સારા માણસ બનવાની કોશિશ કરો

વર્ષો સુધી અમેરિકાના પ્રમુખ રહેલા ફ્રેંકલીન ડિલાનો રુઝવેલ્ટ ઊંચા, પડછંદ, તરવરિયા જુવાન હતા. ચાલીસ વર્ષના હતા અને ઓચિંતા જ એમણે પોતાના બે પગ ગુમાવ્યા-પગ કપાઈ ગયા નહોતા, લકવાથી નિષ્પ્રાણ બની ગયા હતા! રુઝવેલ્ટનું અડધું અંગ ખોટું થઈ ગયું! દવાદારૂની કંઈ અસર ન થઈ. રુઝવેલ્ટ શ્રીમંત ઘરના હતા એટલે માતાએ સલાહ આપી કે બેટા, જેવી ઈશ્વરની ઇચ્છા. તું આપણાં વતનમાં જઈ નિવૃત્તિની જિંદગી શાંતિથી ગાળી નાખ. બંને પગમાં ચેતન સંચરવાની કોઈ ઉમેદ જ નથી, પછી તું શું કરવાનો? જુવાન માણસના હૈયે ઘણા બધા મનોરથ તો હોય પણ ‘પૈડાં’ વગર રથ ચાલે કઈ રીતે? જ્યાં પગ જ ખોટા થઈ ગયા ત્યાં કોઈ પ્રવૃત્તિ કે પ્રગતિનો વિચાર કરવો જ નકામો છે!
પણ રુઝવેલ્ટ પોતાની માતાના આ વિચારો સાથે સંમત થઈ ન શક્યા. તેમણે માતાને કહ્યું કે ના, હું એમ નકામો બની જવા માગતો નથી. હું લાકડીને ટેકે ચાલીશ.

અપંગ માટેની વ્હીલ ચેરનો આશરો લઈશ. હું ગમે તેમ કરીને ઊભો થઈશ. ગતિ કરીશ અને કાંઈક કરીશ. રુઝવેલ્ટ સક્રિય રાજકારણમાં બરાબર ‘સક્રિય’ રહ્યા. અમેરિકાના પ્રમુખ પણ બન્યા. એ જ્યારે પ્રમુખ બન્યા ત્યારે અમેરિકા એક અભૂતપૂર્વ મંદીના વમળમાં સપડાયું હતું! પાણીના ભાવે જમીનો વેચાતી હતી પણ કોઈ જમીન લેનારું નહોતું. રુઝવેલ્ટે નવા કાર્યક્રમો આપ્યા અને અમેરિકાને બેઠું કર્યું.

રુઝવેલ્ટને માથે આવેલી આપત્તિ શારીરિક ખોટની હતી- તેના અનુગામી પ્રમુખ હેરી એસ. ટ્રુમેનના માથે આવી પડેલી આપત્તિ આર્થિક સ્વરૂપની હતી. ભાગીદારીના ધંધામાં મોટી ખોટ ગઈ અને ઓગણચાલીસ વર્ષની ઉંમરે સંદેશો મોકલ્યો- તુરત મળો, તાકીદનું કામ છે! મિત્ર પૈસેટકે સુખી હતો. તેણે માન્યું કે ટ્રુમેન આર્થિક આપત્તિમાં સપડાઈ ગયા છે એટલે નાણાંની મદદ માગશે! ટ્રુમેનના મિત્રે ટ્રુમેનને કહ્યું કે દોસ્ત, મારાથી શક્ય હોય તેટલી મદદ કરવા હું તૈયાર છું, પણ હું તને મદદ કરી કરીને કેટલી મદદ કરી શકીશ? બહુ બહુ તો પાંચ-સાત કે દશ હજાર ડૉલર! એનાથી મારી ખુદની હાલત બગડશે અને તને કંઈ લાભ નહીં થાય, કેમ કે તારા માથે ગંજાવર દેવું છે અને તેમાં મારી મદદથી તું માંડ બે-ત્રણ લેણદારોને પતાવી શકીશ.

ટ્રુમેને તદ્દન નિખાલસભાવે કહ્યું “મિત્ર, તારી નાણાકીય મદદ જોઈતી નથી- તારી શક્તિ મુજબ તું જે કંઈ સહાય કરવા ખુશ છે તેનાથી મારો પ્રશ્ન ઊકલી શકે તેમ નથી. મારે તો તારી સહાય જુદા જ સ્વરૂપની જોઈએ છે. હું મારા બધા જ લેણદારોની એક બેઠક બોલાવી રહ્યો છું. તું એમાં હાજરી આપ અને એમને એટલું સમજાવ કે ટ્રુમેન પોતાનું બધું જ કરજ ચૂકતે કરવા માગે છે- તેને માત્ર સમયની જરૂર છે! તેની દાનત ખોટી નથી. હું તેની સાચી દાનત માટે જામીન થાઉં છું. મારો વર્ષો જૂનો મિત્ર છે, હું તેને બરાબર જાણું છું અને તેથી તમને આવી ખાતરી આપવા આવ્યો છું! તું આટલું કહીશ તો મારા ઘણા ખરા લેણદારોનાં મનનું સમાધાન થઈ જશે!”
મિત્રે અત્યંત સંકોચ સાથે કહ્યું, “દોસ્ત ટ્રુમેન, તારા માટે આવી નૈતિક જમાનત આપવામાં મને મુદ્દલે વાંધો નથી, પણ

ખોટું ન લાગે તો તને હું એક કડવી પણ સાચી સલાહ આપવા માગું છું. તું નાદારી શા માટે નોંધાવતો નથી? તું લગભગ ઓગણચાલીશ વર્ષનો છે. તું વિચાર કર કે આટલું મોટું દેવું ભરતાં તને કેટલાં વર્ષો લાગશે? તું આ દેવું ભરીશ કઈ રીતે એ પણ મારી સમજમાં આવતું નથી.” ટ્રુમેને કહ્યુંઃ “તારા શબ્દોથી મને જરા પણ માઠું લાગ્યું નથી. મારા જેવી કફોડી આર્થિક સ્થિતિમાં મુકાયેલા કોઈ પણ માણસને આવી જ સલાહ આપવાનું મન થાય અને આવી સલાહ દુઃખી માણસને વાંચ્યાં હતાં. પોતે મહાન પુરુષ છે અગર મહાન પુરુષ થવા સર્જાયો છે એવું એ માનતો નહોતો. પણ એ એવું માનતો હતો કે કોઈ પણ માણસે સારા માણસ, મોટા માણસ બનવાની કોશિશ જરૂર કરવી જોઈએ. આવી કોશિશ કરવાનો હક ગરીબમાં ગરીબ અને સામાન્યમાં સામાન્ય માણસને પણ છે.

ટ્રુમેનને પોતાનું દેવું ભરપાઈ કરતાં લગભગ બે દાયકા લાગ્યા. એક દિવસ તે અમેરિકાનો પ્રમુખ પણ બન્યો, પણ હોદ્દાની વાત તો ઠીક છે, મહત્ત્વની વાત તો તેના મનોબળની- તેની હિંમતની છે.

http://sambhaavnews.com/

You might also like