ફેશનેબલ લુકમાટે વુડ બીડ્સ હાર ટ્રાય કરો

જો તમે આકર્ષક દેખાવા ઇચ્છતા હો તો રંગબેરંગી હારની પસંદગી કરો. ફેશન એસેસરીઝમાં આ સમયે વુડમાં નાના તેમજ મોટા હાર ચલણમાં છે. તે ટ્રેન્ડી દેખાવા સાથે ઘણા સ્ટાઇલિશ પણ લાગે છે. પાંચ રંગમાંથી બનેલ આ નેકલસને પીચ અથવા યેલો પ્લેન ટોપ અથવા ક્રોપ ટોપ પર પહેરવું જોઇએ.

આ તમારા વ્યક્તિત્વને નિખારવામાં મદદ કરશે. ફોર્મલ આઉટફ્ટિસ સાથે હલકા રંગવાળે નેકપીસ ખરેખર સારા દેખાશે. આ તમને સ્ટાઇલીશ દેખાવામાં મદદ કરશે, તેની સાથે કોઇપણ ફંકશનમાં સાથે લઇ જઇ શકો છો.

ચોકર સ્ટાઇલની જેમ આ રેડ વુડ બીડ્સ નેકપીસને પણ કોઇ ડીપ નેકવાળી ડ્રેસ પર પહેરવું. આ તમને વધુ સંદર દેખાવમાં મદદ કરશે. લોન્ગ સ્કર્ટ હોય કે વનપીસ, આ લોન્ગ વુડ બીડ્સ નેક પીસને પસંદ કરો. હાલમાં આજકાલ લોન્ગ નેક પીસનું ચલણ વધારે છે.

You might also like