નાસ્તામાં પરોઠા ખાઇ કંટાળી ગયા છો તો ટ્રાઈ કરો Missi Roti

સવારે નાસ્તામાં કોઇ ટોસ્ટ ખાવા પસંદ કરે છે તો કેટલાક લોકો પરાઠા ખાવા પસંદ કરતા હોય છે. જ્યારે રોજ એક પ્રકારના પરોઠા ખાઇને લોકો કંટાળી જતા હોય છે, પણ તમે ચાહો તો મિસ્સી રોટી પણ ટ્રાય કરી શકો છો. આ દહીની સાથે કે પછી ચા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચલો તમને બતાવીએ કે સવારે નાસ્તામાં કેમ તૈયાર થાય છે આ પરોઠા

સામગ્રી
140 ગ્રામ લોટ
70 ગ્રામ બેસન
150 ગ્રામ ડુંગળી
1 ટેબલસ્પૂન ફુદીનો
1 ટેબલસ્પૂન ધાણા
1 ટીસ્પૂન મીઠુ
1/2 ટી સ્પૂન લાલ મરચુ
1/4 ટી સ્પૂન અજમો
1/2 ટી સ્પૂન જીરૂ
1 ટેબલસ્પૂન ઘી
400 ml પાણી.

બનાવવાની રીત – પહેલા એક બાઉલમાં લોટ, બેસન, ડુંગળી, ફુદીનો, ધાણા, મીઠું, લાલ મરચું, અજમો, જીરૂ, ઘી અને પાણી નાખીને સારી રીતે મિક્સ કરો અને આ મિશ્રણને ગૂંથી લો. ત્યારબાદ તેને 10 મિનિટ માટે આવુ જ રહેવા દો.

– હવે થોડો લોટ લો અને મીડિયમ સાઈઝની બોલની જેમ બનાવી લો અને પછી વણો.

– ત્યારબાદ તવાને ગરમ કરીને રોટલીને મધ્યમ તાપ પર સેકો. પછી તેને પલટો અને થોડુ ઘી લગાવીને તેને થવા દો.

– આવી જ રોટલીને બીજી સાઈડથી પકવો.. મિસ્સી રોટલીને સારી રીતે સેકો.

-તો તૈયાર છે નાસ્તા માટે ગરમાં- ગરમાં મિસ્સી રોટલી. તેના પર બટર લગાવીને સર્વ કરો.

You might also like