શું તમે પણ ક્યાંય જતાં પહેલા દહીં ખાવ છો, દરવાજા પર લીંબૂ મરચાં લગાવ્યા છે? તો જાણી લો કેટલીક અંધશ્રદ્ધાની હકીકત

પ્રશ્નો એવા કેટલાક છે જેનો જવાબ શોધવાનો પ્રયત્ન ખૂબ ઓછા લોકા કરે છે અને જે લોકો જવાબ શોધી શકતાં નથી તે લોકો અંધભક્ત બનીને માનતા જાય છે. કોઇ પણ એવું માનતુ નથી કે આ પરંપરાઓ તોડીને અથવા તેની વિરુદ્ધ કોઇ રગલા ભરવામાં આવે. એવી કેટલીક ચીજો એવી છે જેને આપણે હજુ સુધી ફોલો કરીએ છીએ. જેમકે નદીમાં સિક્કો ફેંકવાનું, ઘર કે ઓફિસની બહાર લીંબૂ મરચા ભરાવવા જેવી કેટલીક ચીજવસ્તુઓનું સાચું જાણવાનો પ્રયત્ન કર્યો હશે નહીં તો ચલો આજે અમે તમને જણાવીએ એવા કેટલાક અંધશ્રદ્ધાની વાતો વિશે…

સ્મશાન પરથી આવીને નાહવાની પ્રથા
હાલમાં લોકો સ્મશાન ઘાટ પરથી આવીને ન્હાવા જાય છે પરંતુ આ પાછળ હકીકત એ છે કે પહેલાના સમયમાં બેપેટાઇટિસ અને ચીકન પોક્સ જેવી બીમારીઓ માટે વેક્સીનેશન નહતું એટલા માટે અંતિમ સંસ્કાર કરીને ઘરે પરત આવવા પર ન્હાવામાં આવતું હતું. જેનાથી શવના કીટાણુ આપણા શરીરને નુકસાન પહોંચાડે નહીં.

નદી તળાવમાં સિક્કો ફેંકવો
પહેલાના જમાનામાં સિક્કા તાંબાના હતા અને આપણે બધા જાણીએ છીએ કે તાંબુ પાણીની અંદરના બેક્ટેરિયા ખતમ કરવાની ક્ષમતા રાખે છે. સાથે સાથે તાંબુ સ્વાસ્થ્યને ફઆયદો પહોંચાડનારી ધાતું છે. એટલા માટે તાંબાના સિક્કા નદીમાં ફેંકવામાં આવતા હતા. પરંતુ અંધશ્રદ્ધાને કારણે લોકો આજે પણ સિક્કા ફેંકે છે.

ક્યાંય જતાં પહેલા દહીં ખાવું
પહેલાના જમાનામાં લોકો ખૂબ કિલોમીટર ચાલતા હતા. અને ગરમીની સિઝનમાં દહીં ખાવાથી પેટ ઠંડું અને દહીં સાથે ખાંડ મિક્સ કરીને ખાવામાં આવે તો ગ્લૂકોઝનું કામ કરે છે. એટલા માટે લોકો ઘથી નિકળતા પહેલા દહીંનો ઉપયોગ કરતાં હતાં કે જેને કારણે રસ્તામાં કોઇ સમસ્યા થાય નહીં.

મંગળવારે અને ગુરુવારે વાળ ધોવા જોઇએ નહીં
લોકો એવું માને છે કે આ બંને દિવસે વાશ ધોવાથી ખરાબ સમય ચાલુ થઇ જાય છે. પરંતુ પહેલાના સમયમાં આ બંને દિવસે વાળ ન ધોવા પર પાણીનો બચાવની રીત માનવમાં આવતી હતી. કારણ કે તે સમયે પાણી ખૂબ દૂરથી લાવવામાં આવતું હતું. પહેલાના સમયમાં મહિલાઓ લાંબા વાળ રાખતી હતી. જેમાં વધારે પાણીનો ઉપયોગ થતો હતો.

દરવાજા પર લીંબૂ મરચાં લગાવવા
લોકો એવું માને છે કે લીંબૂ મરચાં લગાવવાથી ખરાબ નજર લાગતી નથી. પરંતુ હકીકત તો એ છે કે લીંબૂ મરચાંમાં રહેલા સાઇટ્રિક એસિડ ઘરની અંદક કીડી મકોડાને આવતાં રોકે છે. એના કારણે ઘરમાં રહેતા પરિવારને સ્વાસ્થ્યને લગતી કોઇ સમસ્યા રહેતી નથી.

મંદિરમાં ઘંટ વગાડવો
લોકો માને છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી ભગવાન ખુશ રહે છે પરંતુ હકીકત એ છે કે ઘંટ વગાડ્યા પછી જે વાઇબ્રેશન થાય છે તે આપણી બોડી પર અસર નાંખે છે. એનાથી આપણને ધ્યાન લગાડવામાં મદદ મળે છે. અને પોઝિટીવ એનર્જી વધે છે.

You might also like