ટ્રમ્પે કર્યો ISISનો સફાયો કરવાનો સંકલ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશને સુરક્ષિત રાખવા માટે આતંકી સંગઠન આઈએસઆઈએસને સંપૂર્ણપણે નષ્ટ કરવાનો સંકલ્પ કર્યો છે. તેમણે કહ્યું કે તે અમેરિકાના સૈન્યનું પુનઃનિર્માણ કરશે. જણાવી દીઈએ કે ટ્રમ્પે 20 જાન્યુઆરીના રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કર્યા હતા.

જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી તે કંઈકને કંઈક કરીને કે કરીને સમાચારોમાં છવાયેલા રહે છે. તેમના શપથગ્રહણ વિધિના આશરે એક મહિના બાદ તેમણે કાલે ફ્લોરિડામાં આયોજિત એક રેલીમાં ટ્રમ્પને કહ્યું કે તે દેશને સુરક્ષિત રાખવા ચાહે છે.

ટ્રમ્પે કહ્યું કે તે સીરિયા અને અન્ય ક્ષેત્રોમાં સુરક્ષિત વિસ્તારો બનાવવા જઈ રહ્યા છે જેથી ઇમિગ્રન્ટ્સ ત્યાં રહી શકે અને સુરક્ષિત જીવન જીવી શકે. તેમણે કહ્યું કે અમે હજારો હજાર લોકોને પોતાના દેશમાં આવવાની પરવાનગી આપી છે. આ લોકોની તપાસ કરવાની કોઈ રીત નથી. કોઈ દસ્તાવેજો નથી. કશું જ નથી. તેમણે રેલીમાં મુસ્લિમ દેશો માટે વીઝા પ્રતિબંધની અનિવાર્યતા તરફ ઇશારો કર્યો.

ટ્રમ્પે કહ્યું કે શાંતિને બદલે અમે એવા યુદ્ધ જોયા જેનો કદી અંત ન થયો. એવો સંઘર્ષ જે થાળે પડતો દેખાતો નથી. આપણે જીતવા માટે નતી લડતા. આપણે રાજકીય રીતે બરાબર યુદ્ધ લડીએ છીએ. પરંતુ હવે આપણે નથી જીતતા. અમે વેપારમાં કોઈની ક્ષમતામાં નથી જીતતા…હવે નથી જીતતા. જોકે, અમે એક વાર ફરીથી જીતવાનું શરુ કર વા જઈ રહ્યા છીએ. મારો ભરોસો કરો.

You might also like