મુસ્લિમો આતંકવાદનો અંત કરે અથવા આરોપો સહન કરે : ટ્રંપ

વોશિંગ્ટન : રિપબ્લિકન પાર્ટીનાં પ્રેસિડેન્ટ પદનાં ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપે આતંકવાદનો ખાત્મ કરવામાં મુસ્લિમોને આગળ આવવા માટે હાલ કરી હતી. ટ્રંપે કહ્યું કે જો મુસ્લિમ સમુદાય આતંકવાદ ખતમ કરવામાં મદદ માટે આગળ નહી આવે તો ફરી તેને જ આતંકવાદ માટે જવાબદાર ઠેરવવામાં આવતા રહેશે.

70 વર્ષનાં ટ્રંપ અગાઉ યુએસમાં મુસ્લિમોનાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવા જેવુંવિવાદિત વિધાન કરી ચુક્યા છે. તેમણે કહ્યું કે મુસ્લિમ સમુદાય પોતાના જ સમુદાયની દરેક ગતિવિધિ પ્રત્યે સચેત રહે. આપણે થોડુ સખત થવું પડશે. થોડું સ્માર્ટ અને ચાલાક તથા જાગૃત બનવું પડશે. વાસ્તવમાં મુસ્લિમોએ જ અમારી આમાં મદદ કરવી પડશે. કારણ કે તેમને જ ખ્યાલ હોય છે કે તેમનાં સમુદાયમાં શું ચાલી રહ્યું છે. અમે બહારનાં લોકો નથી જોઇ શકતા જે તેઓ જોઇ શકે છે. માટે તેમણે જ અમારી મદદ કરવી પડશે.

ટ્રંપે ફરી ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે જો મુસ્લિમો અમારી મદદ નહી કરે તો પછી આરોપો માટે તૈયાર રહે. અન્ય એક સવાલનાં જવાબમાં ટ્રંપે કહ્યું કે, તે ઓરલેંડો હૂમલાનાં શૂટરનાં પિતા સિદ્ધિકી મતીનને બહાર ફેંકી દેશે. તમે જોઇ રહ્યા છો કે તે કઇ રીતે હસી રહ્યા છે. રિપબ્લિકન નોમીની ટ્રંપે ઇસ્લામિક સ્ટેટની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની વાત કરી. તેમણે કહ્યું કે આઇએસની સોશ્લય મીડિયા પર અમેરિકા હાલ કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

You might also like