ટ્રંપની મોટી જીત, UN એ નોર્થ કોરિયા પર લગાવ્યા કડક પ્રતિબંધ

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર સપરક્ષા પરિષદે ઉત્તર કોરિયા વિરુદ્ધ પ્રતિબંધ વધારે કડક કરવાના સંબંધમાં અમેરિકા દ્વારા તૈયાર પ્રસ્તાવ સર્વસંમતિથી પસાર કરી દેવામાં આવ્યો છે. એમાં નિકાસ પર પણ પ્રતિબંધનો સમાવેશ થાય છે. જેનું લક્ષ્ય પ્યોંગયાંગને એક અરબ ડોલરના વાર્ષિક આવકનો સમાવેશ થાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના કાર્યભાર સંભાળ્યા બાદથી ઉત્તર કોરિયા વિરુદ્ધ ઉઠાવવામાં આવેલું આ પહેલું પહેલું સ્ટેપ છે અને એને પોતાના સહયોગીને દંડિત કરવાની ચીનની ઇચ્છાને રેખાંકિત કર્યા છે.

આ પગલું સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઉત્તર કોરિયાના જુલાઇમાં કરવામાં આવેલા બે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ પરીક્ષણો વિરુદ્ધ ઊઠાવવામાં આવ્યું છે.

આ પ્રસ્તાવ ઉત્તર કોરિયા માટે કોલસા, લોખંડ, કાચું લોખંડ, સીસું અને દરિયાઇ ભોજનના નિકાસ પર પ્રતિબંધ લગાવે છે. એની સાથે જ આ પ્રસ્તાવ વિદેશોમાં કામ કરનારા ઉત્તર કોરિયાના શ્રમિકોની સંખ્યાને વધારવા, નવા સંયુક્ત ધંધાની સાથે કામ કરવા અને વર્તમાન સંયપક્ત ઉપક્રમોમાં નવા રોકાણ પર પ્રતિબંધ લગાવે છે. જો કે નવા પ્રતિબંધની અસરથી એના 3 અરબ ડોલર એટલે કે 19 હજાર કરોડના રેવન્યુ વાળા એક્સપોર્ટ બિઝનેસ પર અસર પડશે.

http://sambhaavnews.com/

You might also like