ચાઈના મોબાઈલની USમાં એન્ટ્રી પર લાગ્યો બેન, કારણ – રાષ્ટ્રીય સુરક્ષા

રાષ્ટ્રીય સલામતીની ચિંતાને તાંકીને, USએ ચાઇનાના સ્થાનિક બજારમાં એન્ટ્રી સંબંધિત સાત વર્ષ જૂનો કાર્યક્રમ બંધ કર્યો છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે સરકારની માલિકીને વિશ્વની સૌથી મોટી સેલ ફોન કેરિયર, ચાઇના મોબાઇલને USમાં વ્યવસાયનું લાયસન્સ નહીં આપવાની ભલામણ કરી છે.

એક અહેવાલ અનુસાર, US ડિપાર્ટમેન્ટ ઑફ કોમર્સના રાષ્ટ્રીય ટેલિકોમ અને માહિતી વહીવટીતંત્રે ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (FCC) ને મોકલવામાં આવેલા નિવેદનમાં તેની ભલામણો સાથે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમોનો ઉલ્લેખ કર્યો છે. કમ્યુનિકેશન્સ કમિશન એક સ્વતંત્ર એજન્સી છે જે આ અંગે અંતિમ નિર્ણય લેશે.

US ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ, કોમ્યુનિકેશન એન્ડ ઇન્ફોર્મેશનના મદદનીશ સચિવ, ડેવિડ રાડલાલે જણાવ્યું હતું કે, “ચાઈના મોબાઇલ સાથે સોદો થયા બાદ US કાયદાના અમલીકરણ અને રાષ્ટ્રીય સુરક્ષાના હિત માટેના જોખમો સંબંધિત ચિંતાઓ દૂર કરી શકાઈ નથી. ‘

ચાઇનાના મોબાઇલએ 2011માં FCCને લાયસન્સ સાથે અરજી દાખલ કરી હતી અને લગભગ 90 મિલિયન ગ્રાહકો છે. NTIA ના આ નિર્ણય વોશિંગ્ટન અને બેઇજિંગ વચ્ચે વધતા તણાવના લીધે હતો.

Janki Banjara

Recent Posts

કેસરી’ માટે ત્રણ મિનિટમાં જ કહી દીધી હતી હાં: પરિણી‌તિ

બોલિવૂડ અભિનેત્રી પરિણી‌તિ ચોપરાએ 'ઇશકજાદે'થી કરિયરની શરૂઆત કરી ત્યારે લોકોને હતું કે તે કાઠું કાઢશે, પરંતુ છ વર્ષમાં તેણે કરેલી…

2 months ago

રમજાનનાં આરંભ સાથે જ ફળોનાં ભાવમાં રૂ.૨૦થી ૨૫નો વધારો

અમદાવાદઃ મુસ્લિમ બિરાદરોનાં પવિત્ર રમજાન માસનો પ્રારંભ થતાંની સાથે જ ફ્રૂટમાં ૨૫ ટકા અને ખજૂરના ભાવોમાં ૨૦ ટકાનો ભાવ વધારો…

2 months ago

મોદીએ મહાજનને કહ્યું, ‘ભોજન લાવ્યાં છો? હું ગાડીમાં ખાઈ લઈશ’

ઈન્દોરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઈન્દોરમાં ચૂંટણી સભા કરી. આ દરમિયાન ઈન્દોર સીટના હાલનાં સાંસદ સુમિત્રા મહાજન (તાઈ) અને…

2 months ago

અમિત શાહનો રોડ શો મમતા સરકારે કર્યો રદ, હેલિકોપ્ટર ઉતારવાની પણ મંજૂરી ન અપાઇ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળમાં મમતા સરકારે ભાજપ અધ્યક્ષ અમિત શાહને રેલી કરવાની પરવાનગી ન આપી. ભાજપ સૂત્રોનાં જણાવ્યાં મુજબ શાહનું હેલિકોપ્ટર…

2 months ago

પાલનપુર-અંબાજી હાઇવે ઉપર ટ્રિપલ અકસ્માત: ત્રણનાં મોત

અમદાવાદઃ પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત…

2 months ago

અમદાવાદમાં પબજી રમવા પર હવે કોઈ જ પ્રકારનો પ્રતિબંધ નહીં

અમદાવાદઃ રાજકોટમાં પબજી ગેમ રમવા પર પ્રતિબંધ મુકાવાનો મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. જેમાં પબજી ગેમ પર પ્રતિબંધ લાદતું જાહેરનામું પોલીસે…

2 months ago