ટ્રમ્પે તાજમહાલ માટે કામ કરાવી પૈસા ન આપ્યાઃ હિલેરી

યુએસના પ્રેસિડેન્ટ પદની ચૂંટણી નજીક આવી રહી છે તેમ હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ જૂની વાતો પર વ્યક્તિગત આરોપ-પ્રત્યારોપ કરી રહ્યાં છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ધનાઢ્ય કુટુંબમાં જન્મ્યા હતા અને રાજકારણમાં આવતા પહેલાં મલ્ટિ મિલિયોનેર હતા તો ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર હિલેરી ક્લિન્ટન સામાન્ય કુટુંબમાંથી સંઘર્ષ કરીને આગળ આવ્યાં હતાં.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ચાયવાલા’ની જે છબી ઉપસાવી તે પ્રકારે હિલેરી પોતાનો સંઘર્ષપૂર્ણ ભૂતકાળ બતાવીને ટ્રમ્પ પર આક્રમણ કરી રહ્યાં છે. હિલેરીએ આરોપ લગાવ્યો કે ૯૦ના દાયકામાં ટ્રમ્પે ન્યૂજર્સીના ઍટલાન્ટા સિટીમાં તાજમહાલ નામનો એક કૅસિનો બનાવ્યો અને તેમાં કામ કરનારા લોકોને કામ કરાવ્યા પછી પૈસા આપ્યા ન હતા.

હિલેરીએ કહ્યું કે, “ટ્રમ્પ પોતે સફળ બિઝનેસમેન હોવાની વાત કહીને ચૂંટણીમાં ઝંપલાવી રહ્યા છે પરંતુ તેમના ઘણા પ્રોજેક્ટ્સ અસફળ રહ્યા હતા. તાજમહાલ કેસિનો માટે તેમણે નાદારી નોંધાવતા ઘણા કોન્ટ્રાક્ટર્સના પૈસા ડૂબી ગયા હતા.” હિલેરીએ એમ પણ કહ્યું કે તેમના પિતા પણ ત્યારે મોટા પ્રોજેક્ટ્સમાં ટેપેસ્ટ્રી સપ્લાયનું કામ કરતા હતા.
જો ટ્રમ્પ માટે તેમના પિતાએ કામ કર્યું હોત તો તેમની શું હાલત થઇ હોત તે વિચારી પણ શકતી નથી. આમ, હિલેરી એક બાજુ પોતાના પિતા નાના બિઝનેસમેન હતા તેમ તથા ટ્ર્મ્પ લોકોના પૈસા ખાઇ જાય છે તેવું બતાવી તેમની ઉપર આક્રમણ કરી રહ્યાં છે.

You might also like