ટ્રમ્પ વગર આમંત્રણે રિસેપ્શનમાં ઘૂસ્યા અને ભાષણ પણ ઠપકાર્યું

વોશિંગ્ટન : અમેરિક રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ વિવાદ સાથે વર્ષોજૂનો સંબંધ છે. હાલમાં જ વીકએન્ડમાં ન્યૂજર્સી ખાતેનાં બેડમિન્સ્ટર ટાઉનમાં આવેલ નેશનલ ગોલ્ફ ક્લબમાં રોકાયા હતા. આ દરમિયાન તેઓ ક્લબમાં એક વેડિંગ રિસેપ્શનમાં ઘુસી ગયા હતા. વગર આમંત્રણે તેઓ હાજર રહેતા તમામ હાજર મહેમાનો આશ્ચર્યમાં મુકાયા હતા.

દર વખતની જેમ વીકએન્ડમાં ટ્રમ્પ ન્યૂજર્સીમાં આવેલ બેડમિન્ટરમાં નેશનલ ગોલ્ફ ક્લબમાં પહોંચ્યા હતા. દરમિયાન કિસ્ટર્ન અને ટૂકરનુંવેડિંગ રિસેપ્શન ચાલી રહ્યું હતું. અચાનક ટ્રમ્પને પાર્ટીનો મૂડ થતા તેઓ સીધા ક્લબમાં આવેલ રિસેપ્શનમાં પહોંચી ગયા હતા. અચાનક રાષ્ટ્રપ્રમુખ આવી જતા દુલ્હો અને દુલ્હન સહિતનાં લોકો આશ્ચર્યમાં મુકાયા હતા.

જો કે ટ્રમ્પ આટલે અટક્યા નહોતા તેમણે અહીં પણ એક નાનકડું ભાષણ ઠપકારી દીધું હતું. ત્યાર બાદ નવા જોડા સાથે ફોટા પડાવવા ઉપરાંત હજાર લોકો સાથે પણ તસ્વીરો ખેંચાવી હતી. લોકો ટ્રમ્પની સાલસતા જોઇને ખુશ થયા હતા.

You might also like