ટ્રમ્પ શાસનમાં રશિયા-અમેરિકા નજીક આવશે, પુતિને સીરિયા શાંતિ મંત્રણા માટે આપ્યું આમંત્રણ

વોશિંગ્ટન: અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનમાં રશિયા સરકારે સીરિયા શાંતિ મંત્રણા માટે અમેરિકાને આમંત્રણ પાઠવ્યું છે. રશિયાના આ નિર્ણયને ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મિત્રતા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. જાણવું જોઈએ કે જાન્યુઆરીમાં યોજાનારી આ શાંતિ મંત્રણામાં તૂર્કી અને ઇરાન પણ ભાગ લેશે. ગયા વર્ષે આ સંમેલમાં ઓબામા પ્રશાસનને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું.

જ્યારે અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તે રશિયા પર લાગેલા પ્રતિબંધ હટાવી શકે છે અને જો ચીન પોતાના નાણાં અને વેપાર નીતિઓમાં ફેરફાર નહિ કરે તો તે ‘વન ચાઇના’ નીતિ સાથે ઊભા નહિ રહે.
ટ્રમ્પે દ વોલ સ્ટ્રીટ જર્નલમાં શુક્રવારે પ્રકાશિત કરવામાં આવેલી એક મુલાકાતમાં કહ્યું હતું કે અમેરિકાની ચુંટણીને પ્રભાવિત કરવાના મોસ્કોના કથિત સાઇબર હુમલાને લઈને ગયા મહિને રશિયા પર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રશાસન દ્વારા લગાડવામાં પ્રતિબંધોને કેટલાક સમય માટે ચાલું રાખશે.

તેમણે કહ્યું કે જો રશિયા હિંસા અને આતંકવાદ જેવા મુદ્દા સામે લડવામાં અમેરિકાની મદદ કરશે તો રશિયા પરના દંડનીય પગલાંને હટાવવામાં આવી શકે છે.

ટ્રમ્પે કહ્યું હતું કે 20 જાન્યુઆરી તે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળશે ત્યાર પછી તે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમેર પુતિન સાથે મુલાકાત કરવા તૈયાર છે. ટ્રમ્પે પુતિનના વખાણ કર્યા હતા અને માત્ર અનિચ્છાને કારણે અમેરિકાના ગુપ્તચર વિભાગ દ્વારા અમેરિકાની ચુંટણીમાં રશિયાની ભૂમિકાના આરોપોનો સ્વીકાર કર્યો હતો.

You might also like