ટ્રાવેલ બેન પર આવતા અઠવાડિયે નવો આદેશ લાવશે ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તે આવતા અઠવાડિયા સુધી ઇમિગ્રેશનથી જોડાયેલા એક નવા સત્તાવાર આદેશ પર હસ્તાક્ષર કરવા વિશે વિચારી રહ્યા છે. જોકે, તેમણે હજી સુધી એ નથી જણાવ્યું કે સાત મુસ્લિમ દેશોના નાગરિકો પર લગાડેલા ઇમિગ્રેશન પ્રતિબંધને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈમાં તેમની જીત થશે.

એન્ડ્રુઝ વાયુ સૈન્ય એરપોર્ટથી ફ્લોરિડા જતી વખતે પોતાના એર ફોર્સ વનમાં સવારના સંવાદાતાઓને ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમે એ લડાઈને જીતી લઈશું. વાત એ છે કે બંધારણીય રીતે એમાં સમય લાગે છે પરંતુ અમે એ લડાઈને જીતી લઈશું. અમારી પાસે બીજા પણ ઘણા વિકલ્પો છે, જેમાં એક બિલકુલ નવો આદેશ પણ શામેલ છે.

ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું હતું કે શું તેમનો ઇરાદો એક નવા સત્તાવાર આદેશને બહાર પાડવાનો છે, તો ટ્રમ્પે કહ્યું હા, એમ થઈ શકે છે. સુરક્ષા કારણોને લઈને અમારે ઉતાવળ કરવાની જરૂર છે. એટલા માટે તે શક્ય છે. ટ્રમ્પે કહ્યું કે તે નાઇન્થ યુએસ સર્કિટ કોર્ટના નિર્ણયનો આદર કરે છે અને આવતા અઠવાડિયા સુધી પ્રતિક્રિયા આપવાની રાહ જોશે. તેમણે કહ્યું કે કદાચ સોમવાર અથવા મંગળવારે સુધીમાં કોઈ આદેશ આપી શકે છે. ટ્રમ્પે કહ્યું કે ઇમિગ્રેશન સાથે જોડાયેલા નવા સત્તાવાર આદેશમાં સુરક્ષા ઉપાય શામેલ હશે.

You might also like