અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શા માટે કહ્યું કે રદ્દ કરી દો એરફોર્સ વન પ્લેન . . .

વોશિંગ્ટન: બોઇંગ ભાવિ અમેરીકી રાષ્ટ્રપતિ માટે 747 એરફોર્સ વન તૈયાર કરી રહ્યું છે પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ બાબતે અસહમતિ દર્શાવી છે. ટ્રમ્પે એક ટ્વીટમાં કહ્યું છે કે આ નવું બોઇંગ ઘણું મોંઘું છે અને તેનો ઓર્ડર રદ્દ કરી દેવો જોઈએ.

ટ્રમ્પનું કહેવું છે કે રાષ્ટ્રપતિના ખાસ પ્લેનની કિંમત બેકાબૂ બની છે. એરફોર્સ વનને અમેરિકી રાષ્ટ્રપતિની ઓળખ માનવામાં આવે છે. ટ્રમ્પે સરકારને અપીલ કરી છે કે બોઇંગ સાથેનો આ ઓર્ડર પૂરો કરી દેવો જોઈએ.

ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીના પોતાની ઓફિસ સંભાળશે. ટ્રમ્પે પોતના ચુંટણી અભિયાન દરમિયાન રાષ્ટ્રપતિ બરાક ઓબામા તરફથી હિલેરી ક્લિંટનના પ્રચારના મકસદથી આ એરક્રાફ્ટનો ઉપયોગનો મુદ્દો ઉઠાવ્યો હતો.

You might also like