ટ્રમ્પની મદદથી મોદી સરકાર દાઉદ ઈબ્રાહીમને પકડશે

નવી દિલ્હી: ભારતના મોસ્ટ વોન્ટેડ ગુનેગાર દાઉદ ઈબ્રાહીમને પકડવા મોદી સરકાર હવે ટ્રમ્પની મદદ લેશે. આ માટે વિશ્વભરમાં ફેલાયેલા દાઉદના કારોબાર અને તેની પ્રવૃત્તિ અંગેની વિગતો ટ્રમ્પ સરકારને પૂરી પાડવામાં આવશે.
આ અભિયાન હેઠળ ગૃહ મંત્રાલયમાં દાઉદ સહિત કુખ્યાત આતંકી અને ગુનેગારની યાદી તૈયાર કરવાની રણનીતિ બનાવવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યભાર સંભાળે ત્યાર બાદ ભારત સરકાર આ બાબતે તેમને સમગ્ર વિગતો નવેસરથી આપશે. આ માટે ભારતની એક ટીમ અમેરિકા જશે.

આ ટીમ મસૂદ અઝહર, હાફિઝ સઈદ અને ઝકી ઉર રહેમાન લખવી જેવા આતંકી સામે કાર્યવાહી કરવા પાક.પર દબાણ કરવા અપીલ કરશે.  સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે મોસ્ટ વોન્ટેડની યાદીમાં દાઉદનું નામ પહેલે સ્થાને છે. કારણ કે ડી કંપનીનો કારોબાર ભારત પર સીધી અસર કરે છે. દાઉદ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે મળી ભારત પર હુમલા કરવાની રણનીતિ બનાવે છે અને આતંકીઓને નાણાકીય મદદ પણ કરે છે. તે હવાલા અને નકલી નોટો દ્વારા ભારતીય અર્થતંત્રને ખોરવવા પ્રયાસ કરે છે ત્યારે ભારત હવે દાઉદને પકડવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની મદદ લેશે.
http://sambhaavnews.com/

You might also like