વ્હાઇટ હાઉસમાં પહેલા જ દિવસે ઓબામાના 45 નિર્ણયોને ટ્રમ્પ કરી દેશે રદ્દ

વોશિંગ્ટન : અમેરિકાનાં 45માં રાષ્ટ્રપતિ બન્યા બાદ અબજોપતિ ટ્રંપ (70) પહેલા જ વ્હાઇટ હાઉસમાં ઘણા વ્યસ્ત જોવા મળ્યા. મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રમ્પ પહેલાથી જ પ્રેસિડેન્શિયલ ઇલેક્શન કેમ્પેઇનમાં આ વાતની જાણકારી આપી ચુક્યા છે કે તેઓ 20 જાન્યુઆરીએ શપથ લીધા બાદ આ કાર્યોમાં વ્યસ્ત રહેવાનાં છે.

ઇમિગ્રેશન એટર્ની ડેવિડ લિયોપોલ્ડનું કહેવું છે કે, ટ્રમ્પે લગભગ એક ડઝન કામોમાં પહેલાથી નક્કી કરેલા છે. જેને તેઓ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાનાં કલાકોમાં જ કરશે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે તે આ બધુ કરશે, જો તેઓ પહેલા દિવસ કરવા માંગે છે. નોંધનીય છે કે, ટ્રમ્પે ગત્ત વર્ષે પેનસિલ્વેનિયાના ગોટિસબર્ગમાંપોતાની સ્પીચમાં રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાની પહેલા 100 દિવસનો એજન્ડા પણ મુ્ક્યો હતો.

જેમાં અમેરિકાથી 20 લાખ ઇલીગલ ઇમીગ્રેટ્સને કાઢવાની પ્રોસેસ ચાલુ કરવામાં આવશે.અમેરિકી મદદ પણ અટકાવી દેવામાં આવશે. બરાક ઓબામાએ દરેક સરકારી ઓર્ડરનો રદ્દ કરી દેવામાં આવશે. ઇન્ડસ્ટ્રીના નિયમો બદલવા, ટ્રેડ ડીલ્સ રદ્દ કરવાનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તેઓ મેક્સિકો બોર્ડર પર દિવાલ બનાવવાનો નિર્ણય પણ લેશે.

You might also like