ટ્રમ્પ પ્રતિબંધિત સાત દેશની યાદીમાંથી ઈરાકનું નામ હટાવશે

વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ હવે ટૂંક સમયમાં અમેરિકામાં પ્રવાસ માટે પ્રતિબંધિત જાહેર કરાયેલા સાત દેશની યાદીમાંથી ઈરાકનું નામ હટાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૨૭મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે સાત મુસ્લિમ દેશ ઃ ઈરાક, ઈરાન, સિરિયા, લીબિયા, સોમાલિયા, સુદાન અને યમનના નાગરિકોના અમેરિકામાં આવવા પર પ્રતિબંધ મુક્યો હતો. યુએસ એડમિનિસ્ટ્રેશનના અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકન ડિફેન્સ ડિપાર્ટમેન્ટ (પેન્ટાગોન) અને વિદેશ મંત્રાલયનું ભારે દબાણ હતું. તેમણે વ્હાઈટ હાઉસને અપીલ કરી હતી કે ઈરાકનું નામ સાત દેશની યાદીમાંથી હટાવવામાં આવે. આ વિભાગે એવી દલીલ કરી હતી કે ખોફનાક ત્રાસવાદી સંગઠન આઈએસ સામે લડવામાં ઈરાક મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યું છે.

http://sambhaavnews.com/

You might also like