ટ્રમ્પની ગુડબુકમાં છે આટલા મુસ્લિમ દેશો : વર્ષે કરશે કરોડોનો વેપાર

વોશિંગ્ટન : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે 7 મુસ્લિમ દેશોનાં લોકોને અમેરિકા પ્રવેશ પર મનાઇના આદેશથી ભ્રમની સ્થિતી ઉભી થઇ ગઇ છે. પ્રભાવિત દેશોનાં વિઝાધારકોને અમેરિકા જવા માટે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ટ્રમ્પે જે દેશો પર પ્રતિબંધ લગાવ્યો છે તેમાં ઇરાકનો પણ સમાવેશ થાય છે.

જેની મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે. મુસ્લિમ દેશો પ્રત્યેનાં ટ્રમ્પના કડક વલણ વચ્ચે કેટલાક મુસ્લિમ દેશો એવા છે જેની પર બેન મુકવા અંગે ટ્રમ્પ સપનામાં પણ વિચારી ન શકે. આ દેશોની યાદીમાં એવો પણ એક દેશ છે જેનું નામ 9/11નાં હૂલમામાં પણ ચગ્યું હતું.
જે મુસ્લિમ દેશોના અમેરિકા સાથે વ્યાપારિક સંબંધો મજબુત છે તે દેશો ટ્રમ્પની ગુડબુકમાં છે.

અમેરિકાનાં યુએસ વિદેશ વિભાગ અનુસાર 47 મુસ્લિમ દેશો એવા છે જેની સાથે અમેરિકાનાં સંબંધો મજબુત છે. 2015માં આ દેશો સાથે 220 અબજ ડોલરનો વ્યાપાર થયો છે.

બ્યૂરો મુજબ નવેમ્બર 2016 સુધી આ દેશોની સાથે આ વેપાર લગભગ 195 અબજ ડોલર સુધી પહોંચી ગયો હતો. બ્યૂરોનાં આંકડાઓ અનુસાર ટ્રમ્પે જે મુસ્લિમ દેશોને ટ્રાવેલ બેનની યાદીમાં મુક્યા તે પૈકી ઇરાકને છોડી બીજા કોઇ દેશની અમેરિકન વેપારમાં ભાગીદારી નહીવત્ત છે.

You might also like