ટ્રંપના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર માઇકલ ફ્લિને આપ્યું રાજીનામું

વોશિંગ્ટન: અમેરિકાના નેશનલ સિક્યોરીટી એડવાઇઝર માઇકલ ફ્લિને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એમને સોમવારે રાતે પદ છોડવાની જાહેરાત કરી હતી. ફ્લિને આ નિર્ણય ત્યારે લીધો જ્યારે એના રશિયાના ઓફિસરો સાથેના સંબંધોથી જોડાયેલા વિવાદો જોર પકડી રહ્યા હતા. આરોપ છે કે ટ્રંપના રાષ્ટ્રપતિ બનતાં પહેલા એમના રશિયાના ઓફિસરો સાથે સંબંધો હતાં.

ફ્લિને રાજીનામા બાદ રિટાયર્ડ જનરલ કીથ કેલોગને કાર્યકારી એનએસએ બનાવ્યા હતા. કીથ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલમાંમ ચીફ ઓફ સ્ટાફ રહ્યા છે.

રાજીનામું આપ્યા બાદ માઇકલ ફ્લિનએ કહ્યું કે એમણે રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિ સાથે દીલથી માફી માંગી છે અને બંનેએ એમની માફીને સ્વીકારી લીધી છે. ફ્લિને પોતાના રાજીનામામાં રશિયા રાજદૂતની સાથે થયેલી એમની વાતચીત માટે કોઇ ડીટેલ્સ આપી નથી.

You might also like