ડોનાલ્ડ ટ્રંપે જમાઇને જ વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર બનાવ્યા

ન્યૂયોર્ક : અમેરિકાનાં નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પોતાના જમાઇને જ એક મોટી જવાબદારી સોંપી છે. વ્હાઇટહાઉસનાં મુખ્ય સલાહકાર બનાવ્યા છે. રાજનીતિક વિરોધ અને ચિંતાઓને એકતરફ કરીને તેમણે પોતાનાં જમાઇને વરિષ્ઠ સલાહકાર બનાવવાની જાહેરાત કરી છે. આ સાથે જ તેમના 36 વર્ષનાં બિઝનેસમેન જમાઇ જેયર્ડ કુશનગર ટ્રંપ સરકારનાં સૌથી ઓછી ઉંમરના સલાહકાર બન્યા છે.

નોંધનીય છે કે જેયર્ડ કુશનર ટ્રંપના ચુંટણી કાર્યક્રમોમાં તેઓનો રોલ મહત્વનો રહ્યો હતો. ત્યાર બાદ તેમણે આ પદભાર મળ્યો છે. વરિષ્ઠ સલાહકાર બન્યા બાદ તેઓ ચીફ ઓફ સ્ટાફ રેસ પ્રિબસ અને પ્રમુખ રણનીતિજ્ઞ સ્ટીવ બેનનની સાથે કામ કરશે. જો કે આ કામ માટે તેઓ કોઇ પગાર નહી લે. રાષ્ટ્રપતિ દળનાં નિવેદન અનુસાર કુશનર પોતાનાં ભાઇઓ અને શેરધારકો સાથે સંયુક્ત રીતે 1.8 અબજ અમેરિકી ડોલર સંપત્તિના માલિક છે.

કુશનરને મુખ્ય સલાહકાર બનાવવાની જાહેરાત બાદ ટ્રંપે કહ્યું કે, મને જમાઇ પર પુરો ભરોસો છે. સાથેજ તેમના પર ગર્વ કરે છે. માહિતી આપતા સમયે ટ્રંપે પોતાના જમાઇના બેમોઢે વખાણ કર્યા હતા. ટ્રંપે કહ્યું કે જેયર્ડ આ પદ માટે યોગ્ય વ્યક્તિ છે. ઉલ્લેખનીય છે કે, કુશનર ટ્રંપની પુત્રી ઇવાકાનો પતિ છે. જિનકાનો મેગેઝીન પબ્લિશિંગનો ખુબ જ મોટો વેપાર છે.

You might also like