ડોનાલ્ડ ટ્રમ્પ-કિંમ જોંગની બેઠક સફળ થતાં ચીનમાં ફફડાટ

સિંગાપોર: ખુલ્લેઆમ અણુયુદ્ધની અને એકબીજાને પાઠ ભણાવવાની ધમકી આપનારા દુનિયાના બે મોટા નેતાઓએ આજે તમામ અંતર મિટાવીને એકબીજા સાથે હૂંફાળુ હસ્તધૂનન કર્યું હતું. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉને સિંગાપોરના સેન્ટોસા દ્વીપમાં આવેલ ફાઈવસ્ટાર હોટલ કેપેલામાં એકબીજા સાથે ઉષ્માભર્યું હસ્તધૂનન કરીને વાતચીત પણ કરી હતી.

પ્રથમ દોરની વાતચીત બાદ બંને નેતાઓ ચહેરા પર સ્મિત સાથે બહાર આવ્યા હતા અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમારી મિટિંગ ખૂબ જ સારી રહી હતી. બંને નેતાઓ વચ્ચે વન-ટુ-વન બેઠક યોજાયા બાદ બંનેનાં પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ હતી અને ત્યાર બાદ બંને નેતાઓએ સાથે લંચ લીધું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પ-કિંમ જોંગની બેઠક સફળ થતાં ચીનમાં ફફડાટ
ડોનાલ્ડ ટ્રમ્પ અને અને કિંમ જોંગ વચ્ચેની બેઠક સફળ રહ્યા બાદ ચીનમાં ફફડાટ વ્યાપી ગયો છે. અહેવાલો અનુસાર ચીનને એવો ડર છે કે આ મુલાકાત બાદ ઉત્તર કોરિયા તેની સાથે સંબંધો કાપી નાખશે. ચીનને એવો પણ ડર છે કે અમેરિકા, દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા સાથે મળીને ચીનને પ્રભાવિત કરશે.

જો આવું થશે તો અમેરિકા ચીન પર ઉત્તર કોરિયાની નિર્ભરતાનો અંત લાવી દેશે. ઉત્તર કોરિયા અંગે માહિતગાર એવા ઈતિહાસકાર શેન જિહુઆએ જણાવ્યું હતું કે ઉત્તર કોરિયાએ ચીન પર ક્યારેય ભરોસો કર્યો નથી. ઉ. કોરિયા હંમેશાં બદલાની ભાવના રાખતું છે. આ સંજોગોમાં અમેરિકા, ઉ.કોરિયા અને દ. કોરિયા સાથે મળીને ચીનને એકલું પાડી દેશે. એવી પણ દહેશત છે કે ટ્રમ્પ સાથે મુલાકાત બાદ હવે સરમુખત્યાર કિમ જોંગ ચીન સામે બદલો લઈ શકે છે.

ટ્રમ્પ-કિમ જોંગની શિખર બેઠકની સાથે-સાથે…
– ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઐતિહાસિક બેઠક બાદ કિમ જોંગે ટ્રમ્પને અંગ્રેજીમાં કહ્યું હતું , ‘નાઈસ ટુ મીટ યુ, મિસ્ટર પ્રેસિડેન્ટ’.
– ટ્રમ્પ સાથે મિટિંગ કરતાં પહેલાં કિમ જોંગે ગાર્ડનમાં વોક કરી હતી.
– પ્રસંગે સિંગાપોરના વિદેશ પ્રધાન અને શિક્ષણ પ્રધાન પણ હાજર હતા અને ત્રણેય ફ્લાવર વોલ સામે સેલ્ફી લીધી હતી.
– બેઠક દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કિમને કહ્યું હતું કે, ‘મને વિશ્વાસ છે કે આપણા બંને દેશોના સંબંધો વધુ સારા થશે.’
– કિમ જોંગે ટ્રમ્પને ઉદ્દેશીને જણાવ્યું હતું કે, ‘આપની સાથે મુલાકાત આટલી સરળ ન હતી. મને આનંદ છે કે અમે તમામ અવરોધો પાર કરીને આપને મળી રહ્યા છે.’
– ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે હું અને કિમ જોંગ એક મોટી સમસ્યા અને દુવિધાનું સમાધાન લાવીશું. અમે અણુ નિઃશસ્ત્રીકરણ માટે એકસાથે કામ કરીને તેની દરકાર લઈશું.
– ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચેની બેઠક પાછળ રૂ. ૧૦૦ કરોડ કરતાં વધુ ખર્ચ થયો છે.

You might also like