સિંગાપોરમાં ટ્રમ્પ અને કિમ વચ્ચે મુલાકાત, સારી રહી મુલાકાત: ટ્રમ્પ

આ સદીની સૌથી ચર્ચિત શિખર વાર્તા હેઠળ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ-ઉને સિંગાપોરના સેન્ટોસા દ્વીપમાં પહેલી વાર હસીને વાતચીત કરી છે. મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું કે આશા છે કે બંને દેશો વચ્ચે સંબંધ સારા રહેશે.

એક બીજાને ખુલ્લી પરમાણુ યુદ્ધની ધમકી આપનારા દુનિયાના બે મોટા નેતાઓ આજે તમામ મતભેદ ભૂલાવીને એક બીજા સાથે હાથ મિલાવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉને સિંગાપુરના સેંટોસા દ્વીપમાં એક બીજા સાથે હાથ મિલાવ્યા છે બંને નેતાઓએ હસીને વાતચીત પણ કરી છે.

ટ્રમ્પ અને કિમ જોંગ વચ્ચે આશરે 50 મિનિટ બેઠક ચાલી. અમેરિકાના કોઈ સિટીંગ રાષ્ટ્રપતિએ પ્રથમવખત કોઈ ઉત્તર કોરિયાઈ નેતા સાથે મુલાકાત કરી છે. જ્યારે સત્તા સંભાળ્યાના 7 વર્ષ બાદ કિમ જોંગ ઉન પ્રથમ વખત આટલી લાંબી વિદેશ યાત્રા પર છે. કૈપેલા રિસોર્ટમાં બન્ને નેતાએ એક બીજા સાથે બેસીને વાતચીત કરી.

આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને વિશ્વાસ છે કે આપણા બન્ને વચ્ચેના સંબંધ સારા રહેશે. ટ્રમ્પે કહ્યું કે જૂના મતભેદો ભૂલાવીને હવે આપણે આગળ આવી ચૂકયા છીએ. જ્યારે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગે કહ્યું કે તમામ વિઘ્નોને દૂર કરીને આપણે મુલાકાત કરી છે. જ્યારે અહીં સુધી પહોંચવું સરળ ન હતું.

આ મુલાકાતમાં કોઈ ખામી ન રહી જાય તે માટે મેજબાન સિંગાપોરે પણ જબરદસ્ત તૈયારીઓ કરી હતી. સિંગાપોરે આ તૈયારીઓ પાછળ આશરે 100 કરોડ રૂપિયા ખર્ચ કર્યો.

You might also like