ડોનાલ્ડ ટ્રમ્પની પૂત્રવધુને મળ્યું શંકાસ્પદ પાવડરવાળું કવર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વહુ વેનેસા ટ્રમ્પના ઘર પર એક શંકાસ્પદ પત્ર પત્ર મોકલવામાં આવ્યો હતો જેના કારણે તેને મૈનહટ્ટનની હોસ્પિટલમાં સારવાર હેઠળ લઇ જવામાં આવી. આ કવરમાં કોર્ન સ્ટાર્ચ પાવડર મળી આવ્યો હતો. આ કવર ટ્રમ્પના મોટા દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર અને વેનેસાના પતિના ઘરના સરનામે મોકલવામાં આવ્યું હતું. જો કે ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે ટ્વિટ કરી કે મારો પરિવાર સુરક્ષિત છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વહૂ વેનેસા ટ્રમ્પને સોમવારે એક શંકાસ્પદ કવર મળ્યું હતું. જેમાં શંકાસ્પદ પાઉડર હતો. આ ઘટના બાદ સાવચેતીના ભાગરૂપે વેનેસાને હોસ્પિટલ મોકલવામાં આવી. આ કવર ટ્રમ્પના મોટા દિકરા ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરના મૈનહેટનના સરનામે મોકલવામાં આવ્યું હતું.

વેનેસાને આ પાઉડરથી કોઇ નુકસાન નથી થયું. આ ઘટના બાદ સિક્રેટ સર્વિસ કવરની તપાસ કરી રહી છે. વેનેસાને મળેલા કવર પર પાઉડર લાગેલો હોવાની જાણકારી વેનેસાની સુરક્ષામાં લાગેલી સિક્રેટ સર્વિસ સજાગ થઇ ગઇ હતી. વેનેસા સાથે તે સમયે હાજર બે લોકોને પણ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જો કે સફેદ પાઉડર ખતરનાક સાબિત નથી થયો.

You might also like