ટ્રંપની પુત્રી સાથે દુર્વ્યવહાર : યાત્રીને વિમાનમાંથી ઉતારાયો

ન્યૂયોર્ક : અમેરિકાનાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મોટી પુત્રી ઇવાન્કા ટ્રંપની સાથે દુર્વ્યવહાર કરનારાયાત્રી માર્ક સ્કેફને વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યો હતો. ઇવાન્કા પોતાનાં પતિ ડૈરેડ કુશનેરની સાથે રજાઓ વિતાવવા માટે હવાઇ જઇ રહી હતી. ન્યૂયોર્કનાં જોન એફ કેનેડી હવાઇ મથક પર બની હતી.

જેટબ્લૂ ફ્લાઇટમાં બેસ્ટા બાદ સ્કેફે ઇવાન્કાને કહ્યું કે, તમે આપણા દેશને તબાહ કર્યો છે. હવે આ વિમાનને તબાહ કરી રહી છે. સ્કેફીનાં પતિ મૈથ્યૂ લાસ્નરે ઘટનાની માહિતી ટ્વીટ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે તીખીત વાતો સાંભળ્યા બાદ વિમાન કર્મચારીઓએ તેમના પતિને વિમાનમાંથી બહાર કાઢી મુક્યા હતા.

સ્કેફ વિમાનમાં ઇવાન્કાની આગળની સીટ પર બેઠો હતો. તેણે આ ઘટનાની પૃષ્ટી કરી છે. ટ્રંપની પ્રતક્રિયા અંગે પુછતા તેમણે કહ્યું કે ઇવાન્કાએ જેટબ્લૂનાં કર્મચારીઓને કહ્યું કે, હું આ પ્રકારની વાતો ક્યારે પણ પસંદ નથી કરતો.

You might also like