કાંઇક આમ મોદી સ્ટાઇલમાં ટ્રંપ કરે છે ચૂંટણી કેમ્પેન, જુઓ આ વીડિયો

વોશિંગટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રંપનું ચૂંટણી અભિયાન અનેક કારણોથી ચર્ચામાં રહ્યું છે. આ વખતે ભારતીય અમેરિકનોને આકર્ષવા માટે ટ્રંપનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ટ્રંપ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચૂંટણી સ્લોગન “અબકી બાર મોદી સરકાર” ની કોપી કરતા જોવા મળી રહ્યાં છે. તેઓ બોલી રહ્યાં છે કે “અબકી બાર ટ્રંપ સરકાર..”

જોકે આ વીડિયોમાં કેટલી સત્યતા છે તે પ્રમાણભૂત થઇ શક્યું નથી. વીડિયોમાં ટ્રંપ હિંદુઓને દિવાળીની શુભેચ્છા પાઠવી રહ્યાં છે અને ત્યાર બાદ ટ્રંપ “અબકી બાર ટ્રંપ સરકાર” કહેતા નજરે પડે છે. જોકે વીડિયોમાં જે અવાજ છે તે ટ્રંપની અવાજ સાથે મળે નથી ખાતો.

You might also like