કતાર સાથે વિવાદમાં ડોનલ્ડ ટ્રમ્પે સાઉદી અરબનું સમર્થન કર્યું

રિયાદ : સાઉદી અરબ સહિત કેટલાક ખાડી દેશો અને કતાર વચ્ચે ચાલી રહેલા વિવાદમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પોતાનું સ્ટેન્ડ નક્કી કર્યું છે. પોતાનાં હાલનાં સઉદી અરબ યાત્રાનો ઉલ્લેખ કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ખાડી દેશો વચ્ચે વિવાદમાં સઉદી અરબ અને સહયોગી દેશોનું સમર્થન કર્યું. ડોનલ્ડ ટ્રમ્પે મંગળવારે ટ્વીટ કર્યુ, હાલમાં જ મારી મધ્યપૂર્વ યાત્રા દરમિયાન મે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે કટ્ટર વિચારધારાને ફંડીગ કરી શકાય નહી.

ડોનાલ્ડ ટ્રમ્પે સઉદી અરબ અને અન્ય દેશોએ કતાર વિરુદ્ધ કરેલી કાર્યવાહીને સમર્થન આપતા કહ્યું કે આતંકવાદનાં ભયનાં અંતની શરૂઆત છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે આતંકવાદી સંગઠનોને સમર્થન આપવાનો આરોપ લગાવતા સાઉદી અરબ, ઇરાન, બહેરીન અને ઇજીપ્તે કતાર સાથેનાં કૂટનીતિક અને વ્યાપારિક સંબંધો તોડી નાખ્યા હતા.

કતર અને અરબ દેશો વચ્ચેનો આ વિવાદ મધ્ય – પુર્વમાં આર્થિક અને રાજનીતિક વિવાદોને જનમ આપવાનાં કારણે બની શકે છે. ઉપરાંત ક્ષેત્રમાં કેટલાક નવા વિવાદો પેદા થઇ શકે છે. હાલમાં આ પ્રતિબંધનાં કારણે અફડાતફડીનો માહોલ છે. સોમવારે જ લોકોએ મોટા પ્રમાણમાં ખરીદી કરી હોવાનાં કારણે મંગળવાર ફિક્કો રહ્યો હતો. ઉપરાંત દોહાનાં હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ શાંતિ જોવા મળી હતી.

You might also like