યુરોપિયન દેશોએ USને આપી ચેતવણી, G7 સમિટમાં એકલો પડ્યો Trump

વૈશ્વિક વેપાર નિયમો સહિત અનેક મુદ્દાઓ પર અમેરિકાને અલગ પાડ્યા બાદ શુક્રવારે પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સમય પહેલાં જ G7 સમિટ છોડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે, શુક્રવારે G7 સમિટનું આયોજન કેનેડાના ક્યૂબેક શહેરમાં થયું હતું. આ વર્ષે G7 સમિટના પ્રેસિડન્ટ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો છે. 2 દિવસ માટે આયોજિત આ સમિટ હેઠળ વેપારના નિયમો, પર્યાવરણ, ઇરાન અને રશિયાનું G7માં પુનઃપ્રવેશ જેવા મુદ્દાઓ પર શરૂઆતના દોરમાં જ અમેરિકા અને અન્ય દેશોની વચ્ચે ગંભીર મતભેદો ઉભા થઇ ગયા છે.

આ મુદ્દાઓ પર ટ્રમ્પ સાથી દેશો ન થયા સહમત

– પર્યાવરણ અને ઇરાન પર પ્રતિબંધોના મુદ્દે યુરોપિયન દેશોએ અમેરિકાનો વિરોધ કરવાની ચેતવણી આપી દીધી.
– પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક વેપાર નિયમો સાથે છેડછાડ કરવાના કારણે અમેરિકા અને વેસ્ટર્ન દેશો વચ્ચે તણાવની સ્થિતિ બની ગઇ છે. જેના કારણે શનિવારે G7 દેશોના સંપન્ન થઇ રહેલા સમારંભમાં સંયુક્ત નિવેદનને લઇને અવિશ્વાસ પેદા થયો છે.
– શનિવારે ટ્રમ્પના સમિટ છોડ્યા બાદ ટ્વીટર તેમણે પર ટ્રુડોને ‘અપ્રમાણિક અને નબળા’ કહી દીધા હતા.
– ટ્રમ્પે સંયુક્ત સંદેશ વ્યવહાર માટે તેમના સમર્થનને ખેંચીને વિશ્વના નેતાઓને દંગ રાખી દીધા હતા.
– ફ્રાન્સના પ્રેસિડન્ટ ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે G7 સમિટમાં લીડર્સ સામે લાંબા, નિખાલસ મુદ્દાઓ મુક્યા હતા.
– કેનેડાથી શનિવારે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ જવા રવાના થયા હતા. આજે ટ્રમ્પ નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉન સાથેની ઐતિહાસિક મીટિંગ માટે સિંગાપોર જવા રવાના થઇ ગયા છે.

You might also like