ટ્રંપનો યૂ-ટર્ન, ‘એક ચીન’ નીતિ પર વ્યક્ત કરી સહમતિ

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ચીનની બાબત પર યૂ ટર્ન મારી દીધો છે. તાઇવાનનું સમર્થન કરનાર ટ્રંપએ ચીન બાબત પર યૂ ટર્ન મારી લીધો છે. ટ્રંપ હંમેશાથી ચીનની વિસ્તારવાદી નીતિનો વિરોધ કરતા રહ્યા છે. વ્હાઇટ હાઉસના એક પ્રવક્તાના જણાવ્યા અનુસાર ટ્રંપે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે વાત કરી અને કહ્યું કે એ ચાઇના પોલીસી પર ચીનની ભાવનાઓનું સમ્માન કરે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ પોતાના ચીની સમકક્ષ શી જિનપીંગની સાથે વાતચીત દરમિયાન યૂ ટર્ન મારતાં દશકો જૂની એક ચીની નીતિનું સમ્માન કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. ટ્રંપ અને શી ના પોન પર થયેલી વાતચીત બાદ વ્હાઇટ હાઉસે કહ્યું, બંને નેતાઓએ વિવિધ મુદ્દા પર ચર્ચા કરી અને રાષ્ટ્રપતિ ટ્રંપ ચીની રાષ્ટ્રપતિ શી ના અનુરોધ પર એક ચીન ની નીતિનું સમ્માન કરવા પર ખુશ થઇ ગયા.

ચીનની સરકારી મીડિયા અનુસાર શી એ ટ્રંપ તરફથી એક ચીન નિતીને આપવામાં આવેલી મંજૂરીની સરાહના કરી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે અમેરિકા અને ચીનના પ્રતિનિધિઓ એકબીજા સાથે હિતથી જોડાયેલા વિવિધ મુદ્દા પર વાતચીત અને ચર્ચા કરશે. વ્હાઇટ હાઉસે કહ્યું, રાષ્ટ્રપતિ ટ્રંપ અને રાષ્ટ્રપતિ શી ની વચ્ચે ફઓન પર થયેલી વાતચીત ખૂબ મૈત્રીપૂર્ણ હતી અને બંને નેતાઓએએ એકબીજાના દેશના લોકોને શુભેચ્છા પાઠવી. વ્હાઇટ હાઉસ અનુસાર બંનેએ એકબીજાને પોતપોતાના દેશ આવવાનું આમંત્રણ પણ મોકલ્યું છે. બંને નેતાઓ વચ્ચે ચાલેલી લાંબી વાતચીત માટે વ્હાઇટ હાઉસે કહ્યું કે ટ્રંપ અને શી ખૂબ સફળ પરીણામો વાળી આગળની વાતચીતની રાહ જોઇ રહ્યા છે.

VISIT: http://sambhaavnews.com/

You might also like