ટ્રંપ પ્રશાસનનો પાકિસ્તાનને 800 કરોડ ડોલરનો ગઠબંધન સહયોગ આપવાનો પ્રસ્તાવ

વોશિંગ્ટન: અમેરિકાએ પાકિસ્તાનને 80 કરોડ ડોલરની મદદ આપવાનો પ્રસ્તાવ આપ્યો છે. પાકિસ્તાનને આ મદદ આતંકવાદને ખતમ કરવા માટે મિલિટ્રી લોજિસ્ટિક સપોર્ટ માટે આપવામાં આવશે.

ડોનાલ્ડ ટ્રંપ એડમિનિસ્ટ્રેશનએ પાકિસ્તાનને કોએલિશન સપોર્ટ ફંડ હેઠળ મદદ આપવાનો પ્રપોઝલ રજૂ કર્યું છે. CSF, પેન્ટાગનનો એક પ્રોગ્રામ છે, જે હેઠળ અમેરિકા સહયોગીને કાઉન્ટર ટેરિઝ્મમાં મદદ પૂરી કરવા માટે પૈસા આપવામાં આવે છે. CSF હેઠળ પાકિસ્તાન અમેરિકાથી સૌથી વધારે મદદ મેળવનારામાંથી એક રહ્યો છે. 2002થી પાકિસ્તાનને અમેરિકા પાસેથી 14 બિલિયન ડોલર મળી ચુક્યા છે. જો કે 2 વર્ષથી અમેરિકાના કોંગ્રેસએ આ ફંડ હેઠળ પૈસા આપવાને લઇને કેટલીક શરતો લગાવી દીધી છે.

અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને મધ્ય એશિયા બાબતો માટે રક્ષા મંત્રાલયના પ્રવક્તા એડમ સ્ટંપએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે, ‘નાણાંકીય વર્ષ 2018 બજેટ પ્રસ્તાવ સીએસએફ હેઠળ પાકિસ્તાનને 80 કરોડ ડોલરની રકમ આપવાની વાત કરે છે. સીએસએફ પ્રાધિકાર કોઇ સુરક્ષા સહયોગ નથી, પરંતુ આ અમેરિકાના અભિયાનોમાં પ્રમુખ સહયોગી દેશોને સાજોસામાન, સૈન્ય તથા અન્ય સહયોગ માટે રકમ પૂરી પાડે છે.’

પાકિસ્તાનને આટલી મોટી રકમ આપવાની જરૂરીયાતને યોગ્ય કહેતા પેન્ટાગનએ કહ્યું કે પાકિસ્તાનએ 2001 થી સ્થાઇ સ્વતંત્રતા અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવી છે અને ક્ષેત્રમાં સ્થાયિત્વ લાવવા માટે એ મહત્વની ભૂમિકા નિભાવવાનું ચાલુ રાખશે.

http://sambhaavnews.com/

You might also like