અમેરિકા દ્વારા H-1B વિઝાના નિયમમાં ફેરફાર, 70 હજાર ભારતીયોને થશે સીધી અસર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સતત એચ-1બી વિઝા હોલ્ડરના નિયમ કડક કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દિશામાં વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી લીધી છે. ટ્રમ્પ સરકાર એચ1-બી વિઝા હોલ્ડરના સ્પાઉસ (જીવનસાથી) માટે અમેરિકામાં કાયદાકીય રીતે કામ કરવા પર રોક લગાવાની તૈયારી કરી લીધી છે.

આ નિર્ણયની સૌથી વધારે અસર ભારતીયો પર જોવા મળશે. ખરેખર તો ટ્રમ્પ સરકાર આ કડક કાયદા દ્વારા ઓબામા એરાના નિયમને સંપૂર્ણ રીતે સમાપ્ત કરવામાં માગે છે. આ નિયમની અસર 70 હજારથી વધારે એચ-4 વીઝા હોલ્ડર પર પણ પડી શકે છે. જેઓને અમેરિકામાં વર્ક પરમિટ મળી છે.

એચ-4 વીઝા અમેરિકામાં જેમને એચ-1બી વીઝા મળ્યા હોય તેમના જીવનસાથીને આપવામાં આવે છે. અમેરિકામાં સૌથી વધારે ભારતીયો એચ-1બી વીઝા પર કામ કરતાં હોય છે.

કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુએ એચ-1બી વિઝાના નિયમમાં કરાયેલા ફેરફાર પર નિરાશા વ્યક્ત કરી છે. સુરેશ પ્રભુએ કહ્યું તેઓ આ મામલો ટ્રમ્પ પ્રશાસન સમક્ષ ઉઠાવશે. વાણિજય તેમજ ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે અમે અમેરિકાના દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક પગલાથી નારાજ છીએ.

You might also like