ટ્રુકોલરે લોન્ચ કર્યું ઈન્સ્ટન્ટ મેસેજિંગ ફીચર, ફેક ન્યૂઝ કરી શકશે કન્ટ્રોલ

કોલર-આઈડી એપ ટ્રુકોલરે એક નવું ફીચર લોન્ચ કર્યું છે, જેના દ્વારા હવે ચેટ પણ થઈ શકશે. એમાં ટેકસ્ટ ઉપરાંત ઓડિયો-વીડિયો મીડિયા શેરિંગ પણ થઈ શકશે, જોકે આ મેસેજિંગ ફીચરની ખાસિયત એ છે કે એમાં તમે ફેક ન્યૂઝ અને સ્પેમ પ્રોટેક્શન મેળવી શકશો. જો કોઈ ફેક લિન્ક કે ન્યૂઝ ફરતા હોય તો તમે તરત જ એનો રિપોર્ટ કરી શકશો.

એમ કરીને તમે આ લિન્ક્સને વધુ સ્પ્રેડ થતી અટકાવી શકશો. આજકાલ વોટ્સએપ અને અન્ય સોશિયલ ચેટિંગ એપ્સ પર ફેક ન્યૂઝ ફરવાની સમસ્યા વધી છે એનો જવાબ હાલની ટ્રુકોલર ચેટ ફીચરમાં મળી શકશે. આ ફીચર હાલમાં એન્ડ્રોઈડ બીટા યુઝર્સ માટે જ અવેલેબલ છે.

You might also like