મધ્યપ્રદેશમાં મોટી દૂર્ઘટના: જાનૈયાથી ભરેલી ટ્રક નદીમાં ખાબકી, 21નાં મોત

મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં સોન નદીમાં જાનૈયાથી ભરેલી એક ટ્રક પરનો ડ્રાઇવરે કાબુ ગુમાવતાં નદીમાં ખાબકી ગયો હતો. આ ટ્રક નદી પરના પુલ પરથી પસાર થઇ રહ્યો હતો ત્યારે જ ડ્રાઇવરે ટ્રક પરનું નિયંત્રણ ગુમાવી દેતા અંદાજે 100 મીટર નીચે નદીમાં ખાબકી ગયોહતો.

આ દૂર્ઘટનામાં 21 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે જ્યારે અન્ય 20 લોકો ઘાયલ થયા છે. જિલ્લા કલેકટર દિલીપકુમારના અનુસાર 21 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે જ્યારે ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ લઇ જવામાં આવ્યાં છે. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી શિવરાજસિંહે દૂર્ઘટનામાં મૃતકને બે લાખ જ્યારે ઇજાગ્રસ્તોને 50 હજાર સુધીની સહાયની જાહેરાત કરી છે.

સૂત્રોને મળતી માહિતી મુજબ મંગળવારે રાત્રે 9.30 કલાકની આસપાસ હર્રાબિજી ગામના મુજબબ્બીલ ખાનની જાન પમરિયા ગામ જઇ રહી હતી. આ દરમિયાન હનુમન રોડ પર સોન નદી પર બનેલા હનુમાન પુલ પર ટ્રક પરનું નિયંત્રણ ગુમાવતાં નદીમાં ખાબક્યો હતો.

You might also like