પાર્ક કરેલી ટ્રકમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો

અમદાવાદ: અંક્લેશ્વર નેશનલ હાઈવે પર લુવારા ગામ પાસે ગુરુદ્વારાના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક ટ્રકમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પોલીસે પકડી પાડી ચાર શખસ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે અંક્લેશ્વર નેશનલ હાઈવે પર લુવારા ગામ પાસે ગુરુદ્વારાના કમ્પાઉન્ડમાં પાર્ક કરવામાં અાવેલી એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરવામાં અાવ્યો હોવાની એલસીબી પોલીસને બાતમી મળતા પોલીસે તાત્કાલીક પહોંચી જઈ ટ્રકની તલાશી લેતાં ટ્રકમાંથી બિયર, જિન અને વિસ્કીની બોટલો ભરેલી સંખ્યાબંધ પેટીઓ મળી અાવી હતી. પોલીસે અાશરે રૂ. ૨૫ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

મળતી માહિતી પ્રમાણે અા ટ્રકના માલિકનું નામ ભરત બારોટ હોવાનું અને વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાનના ઠેકેદાર કૈલાસ રાઠીએ મોકલ્યો હોવાનું અને અા વિદેશી દારૂનો જથ્થો સુરત, વડોદરા અને અમદાવાદના બુટલેગરોને પહોંચાડવાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ટ્રકના માલિક સહિત ચાર શખસ વિરુદ્ધ ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like