ટ્રક ડ્રાઈવરની લૂંટ-હત્યામાં ચાર અારોપીઓની ધરપકડ

અમદાવાદ: એક મહિના અગાઉ નરોડા જીઅાઈડીસી વિસ્તારમાં ટ્રક ડ્રાઈવરની મળેલી લાશનો ભેદ નરોડા પોલીસે ઉકેલી નાખ્યો છે. નરોડા પોલીસે લૂંટ કરી ટ્રક ડ્રાઈવરની હત્યા કરનાર ચાર અારોપીઓની ધરપકડ કરી છે.

૨૧મી ડિસેમ્બરના રોજ નરોડા જીઅાઈડીસી ફેઝ ૩ ખાતે અાવેલી અર્પિત ઓર્ગેનાઈઝેશન કંપની પાછળ જાહેર રોડ પર ટ્રકમાંથી તાહિરઅલી અમીનખાન (ઉં.વ.૪૫, રહે. અમર રોડલાઈન્સ, નારોલ)ની લાશ મળી અાવી હતી.

નરોડા પોલીસ સ્ટેશનના પી.અાઈ. અાર.બી. રાણા અને સર્વેલન્સ સ્કોડના પીએસઅાઈ કે.એચ. જાડેજાની ટીમે તપાસ કરતાં અારોપી જશવંત રાય જયરામ ઠાકોર (રહે. ચાર માળિયા મકાન, વટવા), અજય ભોજરાજ જાડેજા (રહે. રાણપુર ગામ, નારોલ), વિષ્ણુભાઈ રામબહાદુર ઠાકોર (રહે. શ્રીરામ ટેનામેન્ટ, નારોલ) નવીન અમૃતલાલ પરમાર (રહે. ક્રાંતિનગર, ઈસનપુર) અને અનીસ ઉર્ફે હેપી અનુપમ પરીખ (રહે.અનુપમ નગર, સીટીએમ)ની ધરપકડ કરી છે.

તમામ અારોપીઓ ૨૧મી ડિસેમ્બરે ટોયેટા કાર લઈ અને નરોડા જીઅાઈડીસી વિસ્તારમાં ગયા હતાજ્યાં મૃતક ટ્રક ડ્રાઈવરના વિસ્તારમાંથી લૂંટ કરવા જતાં તે જાગી ગયો હતો અને ભાગવા જતાં અારોપી અનીસે સાથળના ભાગે ચપ્પુ મારી રોકડા રૂ. ૫૧૦૦ અને મોબાઈલ ફોનની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. પીએસઅાઈ જાડેજાએ જણાવ્યું હતું તમામની પૂછપરછ ચાલુ છે.

You might also like