બગદાદમાં આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ૧૭નાં મોતઃ ૬૦ને ઈજા

બગદાદઃ ઈરાકના પાટનગર બગદાદના દક્ષિણ વિસ્તારમાં આવેલી ચેક પાેસ્ટ નજીક આજે થયેલા ટ્રક બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૭ લોકોનાં મોત થયાં છે. તેમજ ૬૦થી વધુ લોકોને ઈજા થઈ છે. આ ઘટનાથી આ વિસ્તારમાં લોકોમાં ભારે નાસભાગ મચી જવા પામી હતી.

આ ઘટનામાં આત્મઘાતી હુમલાખોરે તપાસ ચોકી નજીક ચેકિંગ માટે વાહનો ઉભા હતા ત્યારે આત્મઘાતી હુમલાખોરે એક ટ્રકને બોમ્બથી ઉડાવી દીધી હતી. જેના કારણે આ જગ્યાએ ઉભેલાં અન્ય વાહન પર બ્લાસ્ટની ચપેટમાં આવી ગયા હતા. જેના કારણે ૧૭ લોકોનાં મોત થયાં હતાં જ્યારે અન્ય ૬૦થી વધુ લોકોને ઈજા થઈ હતી. જોકે હજુ સુધી આ ઘટના અંગે કોઈ સંગઠને જવાબદારી સ્વીકારી નથી.

http://sambhaavnews.com/

You might also like