ટ્રકે બાઈકને અડફેટે લેતાં બે યુવાનોનાં ઘટનાસ્થળે મોત

અમદાવાદ: દેડિયાપાડા-નેત્રંગ રોડ પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઈકસવાર બંને યુવાનોનાં ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થયાં હતાં. પોલીસે અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

અા અંગેની વિગત એવી છે કે દેડિયાપાડા તાલુકાના પોમલાવાડા ગામના જુલસ મથુરભાઈ વસાવા અને રાકેશ રમેશભાઈ વસાવા નામના બંને યુવાનો સાંજના સમયે કોઈ કામ અર્થે બાઈક પર નેત્રંગ જવા નીકળ્યા હતા. દરમિયાનમાં અા રોડ પર અાગળ જઈ રહેલી ટ્રકને ઓવરટેક કરવા જતાં બાઈક ટ્રક સાથે અથડાયું હતું અને સામેથી અાવી રહેલી ટ્રકે બાઈકને અડફેટે લેતા અા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉપરોક્ત બંને યુવાનોનાં ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. બનાવની જાણ થતાં જ અાજુબાજુના લોકોએ ઘટનાસ્થળે દોડી અાવી બચાવ કામગીરી શરૂ કરી અા અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેના મૃતદેહ સરકારી હોસ્પિટલમાં મોકલી અાપી વધુ તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like