વલસાડ જિલ્લામાં ચોરાયલ ટ્રકને ઝડપવા ગયેલી મહિલા PSI પર હુમલો

છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં પોલીસ પર હુમલાઓની ઘટનાઓ સતત વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓનો પીછો અથવા પોલીસ પર ટ્રક-કાર ચઢાવી દેવાના બનાવો સતત વધી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે વલસાડ જિલ્લામાં ધરમપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PSI પર જીવલેણ હુમલો થયો છે. ચોરાયેલ ટ્રકને ઝડપવા પોલીસ નાકાબંધી પર હતી. ત્યારે ટ્રક ચાલકે PSI એન ટી પુરાણી પર ટ્રક ચઢાવી હુમલાનો પ્રયાસ કર્યો હતો.

મહિલા PSIને ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.પોલીસે ટ્રક ચાલક સાથે એક આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.ઘટનાની વિગત કંઇક આવી છે કે, વાપી GIDC વિસ્તારમાંથી ટ્રક ચોરાઇ હતી. ટ્રકને {ડપી પાડવા માટે પોલીસે નાકાબંધી કરી હતી.

You might also like