ટ્રક અને બસ વચ્ચે અકસ્માત બાદ બંને વાહનોમાં અાગ લાગતાં ભયનો માહોલ

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્યમાં અાવેલા ધોલેરા-પીપળી રોડ પર અાજે વહેલી સવારે ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માત બાદ બસ અને ટ્રકમાં અાગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. અા ઘટનાને પગલે બસમાં બેઠેલા તમામ મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા અને  ચિચિયારીઓથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

મારુતિનંદન ટ્રાવેલ્સની બસ ગઈ રાતે સુરતથી નીકળી અમરેલી તરફ જવા રવાના થઈ હતી. અા લકઝરી બસ વહેલી સવારે ધોલેરા-પીપળી રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે લકઝરી બસના ચાલકની બેદરકારીના કારણે બસ અાગળ જઈ રહેલી ટ્રક પાછળ ઘૂસી જતાં જોરદાર ધડાકા સાથે અા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત થતાં જ બસમાં બેઠેલા મુસાફરોએ બચાવો બચાવોની બૂમાે પાડતાં વાતાવરણમાં ગમગમીની છ‍વાઈ હતી. અકસ્માત થતાં જ ટ્રકના પાછળના ભાગે અને બસના અાગળના ભાગે અાગ લાગતાં બસની બહાર કૂદી પડવા મુસાફરોએ દોડધામ કરી મૂકી હતી, જોકે અા ઘટનામાં નાની-મોટી ઈજાઓને બાદ કરતાં કોઈ જાનહા‌િન થઈ નથી.

You might also like