ટ્રકની અડફેટે આવી જતાં દિયર-ભાભીનાં મોત નિપજ્યાં

અમદાવાદ: પાલનપુર-આબુ હાઇવે પર ચિત્રાસણી નજીક ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં દિયર-ભાભીનાં ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયા હતા.  આ અંગેની વિગત એવી છે કે પાલનપુરના ગણેશપુરામાં રહેતો હિતેશ બાબુભાઇ પરમાર નામનો યુુવાન અમીરગઢ પીએચસીમાં નોકરી કરતી તેની ભાભી મીતલબહેન વિઠ્ઠલભાઇ પરમારને બાઈક પર બેસાડી નોકરી પર મૂકવા જઇ રહ્યો હતો ત્યારે આબુ હાઇવે પર ચિત્રાસણી ગામના પાટિયા પાસે સામેથી પૂરઝડપે આવી રહેલી ટ્રકે બાઇકને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતાં બંને દિયર-ભાભી ટ્રક નીચે આવી જતાં બંનેના ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા.

બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પહોંચી જઇ બંને લાશને પીએમ માટે મોકલી આપી હતી. અકસ્માત બાદ ટ્રકચાલક ટ્રક છોડીને નાસી છૂટયો હતો. આ ઘટનાને પગલે આબુ રોડ પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થતા વાહનચાલકો મુશ્કેલીમં મૂકાયા હતા. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like