મધ્ય આફ્રિકાના બામ્બારી સિટીમાં અકસ્માતઃ ૭૭નાં મોત

બૈગીઃ મધ્ય આફ્રિકાના ગણ રાજ્યના બામ્બારી સિટીમાં થયેલા એક અકસ્માતમાં 77 લોકોનાં મોત થયાં છે તેમજ અનેક લોકોને ઈજા થઈ છે. બામ્બરી અને ઈપ્પી વચ્ચે થયેલા આ અકસ્માતમાં ઘવાયેલા લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

મધ્ય આફ્રિકામાં બૈગીથી લગભગ 300 કિમી દૂર ઉત્તર-પૂર્વમાં આવેલા એક ગામ નજીક આ ઘટના બની હતી. જેમાં ગામ નજીકથી પસાર થતી ટ્રક એક માર્કેટમાં ઘૂસી જતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રકને સમયસર માર્કેટમાં પહોંચાડવા ટ્રક ચાલકે બેફામ સ્પીડે ટ્રક ચલાવતાં આ ઘટના બની હતી. જેમાં 77 લોકોનાં મોત થયાં હતાં. અને અનેકને ઈજા થઈ હતી. આ બનાવ બાદ ગામમાં ભારે નાસભાગ અને અફરાતફરી મચી ગઈ હતી. જેમાં નાસભાગમાં જ કેટલાક લોકોનાં મોત થયાં હતાં. આ અંગે હોસ્પિટલના અધિકારી માઈકલ જહાંદજીએ જણાવ્યું હતું કે અકસ્માતમાં માર્યા ગયેલા 77 પૈકીના 59 લોકોના મૃતદેહને બામ્બરી હોસ્પિટલના શબઘરમાં લઈ જવાયા છે.

http://sambhaavnews.com/

You might also like