કાર્તી ચિદમ્બરમ્ ની મુશ્કેલીઓ વધશે, CBDT પણ તપાસ કરશે

નવી દિલ્હી: સીબીઆઈના દરોડા બાદ પૂર્વ નાણાંપ્રધાન પી. ચિદમ્બરમ્ અને તેમના પુત્ર કાર્તી ચિદમ્બરમ્ ની મુશ્કેલીઓ હજું વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ અને સીબીઆઈ બાદ હવે સીબીડીટી પણ આ મામલાની તપાસ નવેસરથી આગળ વધારી શકે છે. આ સંદર્ભમાં સીબીડીટીના ચેરમેને પીએમઓ સાથે પણ બેઠક યોજી હતી.

સીબીડીટીના ચેરમેને જણાવ્યું હતું કે કાર્તી ચિદમ્બરમ્ અંગે અમને બે મહિના પહેલાં જાણકારી મળી હતી. તેમણે જણાવ્યું હતું કે હવે જરૂરિયાત મુજબ અમે આ કેસની તપાસ કરી છે સાથે જ સીબીડીટીના ચેરમેને જણાવ્યું હતું કે જે જાણકારી અમને મળી છે તેના આધારે હવે તપાસને આગળ વધારાશે. સીબીડીટીના ચેરમેને એવું પણ જણાવ્યું છે કે અમે આ કેસનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે. તેમણે એવું પણ જણાવ્યું છે કે કાર્તી ચિદમ્બરમ્ને પણ પૂછપરછ માટે બોલાવી શકાય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બે વર્ષ પહેલાં કાર્તી ચિદમ્બરમ્ સાથે સંકળાયેલી માહિતી શેર કરી હતી. એવું કહેવાય છે કે દરોડા બાદ જે નવી જાણકારી મળી છે તેના આધારે ઈન્કમટેક્સ વિભાગ નવેસરથી તપાસ આગળ વધારશે. અત્રે ઉલ્લેખનીય છે કે મંગળવારે સીબીઆઈએ પી. ચિદમ્બરમ્ અને તેમના પુત્ર કાર્તી ચિદમ્બરમ્નાં ૧૬ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
http://sambhaavnews.com/

You might also like