આ છે સંજય દત્તની દિકરી ત્રિશાલા, ઇન્સ્ટા પર વાયરલ થયો ફોટો

સારા અલી ખાન અને જ્હાનવી કપૂર સાથે-સાથે એક વધુ સ્ટારડસ્ટ પુત્રી બોલીવુડમાં આવવાની તૈયારીઓ કરી રહી છે. આ છે સંજય દત્તની પુત્રી ત્રિશાલા. ત્રિશાલાએ ફરી એકવાર પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં છે. તેની સ્મોકી હોટ ફોટોને દસ હજારથી વધારે લાઇક મળ્યાં છે. આ ફોટોમાં લેસી ક્રોપ ટોપની સાથે બ્લેક પ્લાઝો પેન્ટસમાં જોવા મળી રહી છે. ત્રિશાલા સંજય દત્તની પ્રથમ પત્ની રિચા શર્માની દિકરી છે. જ્યારે સંજય દત્તે માન્યતા સાથે ત્રીજા લગ્ન કર્યા ત્યારે સમાચાર આવ્યા હતા કે ત્રિશાલા આ લગ્નથી ખુશ છે. જો કે હવે ઇન્સ્ટાગ્રામ પોસ્ટને જોઇએને બંને વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્રિશાલાએ ભલે ન્યૂયોર્કથી લૉમાં ગ્રેજ્યુએટ કર્યું પરંતુ મોડેલિંગ અને ફેશન તેની પ્રથમ પસંદ છે. તે બોલિવુડમાં પણ પદાર્પણ કરી શકે છે. જો કે સંજય દત્તે તેના ફિલ્મમાં કામ કરવાને લઇને નારાજગી દર્શાવી હતી.

You might also like