તિરંગા યાત્રામાં કાયદાની ઐસી કી તૈસી, અમારી પાર્ટીની સરકાર છે જે મન ફાવે તેમ કરીશું

કેશોદ: ભારતીય જનતા પાર્ટી ફરી એક વખત વિવાદ માં સપડાઈ છે. ગત ઓગસ્ટ મહિનાની ૨૦ તારીખથી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી તિરંગા યાત્રામાં ભાજપના કર્યોકારોની કાયદા-કાનુનના ધજાગરા ઉડાવ્યા છે. બાઈક ચલાવી આ યાત્રા શરૂ કરવામાં આવી હતી.

જુનાગઢના કેશોદ તાલુકાના અજબ ગામેથી જયારે આ તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી ત્યારે કેશોદના ધારાસભ્ય અરવિંદ લાડાની, ખ્યાતનામ નોટરી તેમજ જાણીતા એડવોકેટ દ્વારા ધૂમ સ્ટાઇલમાં ખુલ્લા હાથે બાઈક ચલાવી હતી. જેનો ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

આજે આ તિરંગા યાત્રાના ધૂમ સ્ટાઇલના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકો દ્વારા પૂછવામાં આવ્યું છે કાયદા અને કાનુનના જાણકાર જો કાનુનની ધજાગરા ઉડાવે તો શું કાનુન એ ફક્ત સંન્ય જનતા માટે જ છે.????

આ અંગે જ્યારે અરવિંદ લાડાનીને લોકો દ્વારા આવા પ્રશ્નો પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમને કહ્યું હતું ક અમારી પાર્ટીની સરકાર છે અમે જે મન ફાવે તેમ કરીશું. જો કે આજે ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાની મીડિયા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી.

આ પહેલા પણ આ તિરંગા યાત્રા અનેક વખત વિવાદો માં સપડાઈ ચુકી છે, હજુ ૨ દિવસ પહેલાં જ પાસના ક્ન્વીનર કેતન પટેલ સહિત ૯ વ્યક્તિઓને રાષ્ટ્ર ધ્વજના અપમાન બદલ ધરપકડ કરવામાં આવી હતી.

ભાજપ દ્વારા મનમાની અને ખુલ્લે આમ કાયદાનો ભંગ કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી ત્યારે સામાન્ય જનતા આ તિરંગા યાત્રા છે કે કાયદાની મજાક કરવાનો કીમિયો એવા આકરા સવાલો પૂછી રહી છે.

You might also like