મહાભારત કાળમાં જ આવી ગયું હતું ઈન્ટરનેટ, ત્રિપુરાના યુવા CMનો ઘટસ્ફોટ

આપણે મહાભારત ગ્રંથની રોચક કથાઓ સાંભળી છે. તેમાં રહેતા પાત્રો વિશે સાંભળ્યું છે. પણ આ મહાભારતને આધાર પર રાખી ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ દેવે એક એવું નિવેદન આપ્યું કે તેના કારણે વિવાદ શરૂ થયો છે. આસ્થાની રીતે જોવા જઈએ તો તેમણે આ નિવેદન કંઈ ખોટું નથી આપ્યું પણ વિપક્ષને તો માત્ર એક મુદ્દો જ જોઈને વિવાદ કરી દે છે. બસ, આ મુદ્દો હવે વિપક્ષના હાથે આવી ચડયો છે. બીજી તરફ મુખ્યમંત્રીના નિવેદન પર રાજ્યપાલે સુર મિલાવ્યો છે.

 

ત્રિપુરામાં ભાજપની 25 વર્ષ બાદ સરકાર બની છે. અને યુવા મુખ્યમંત્રી તરીકે બિપ્લવ દેવ તરીકે બિરાજમાન થયા છે ભાજપના કાર્યકરો તેનો અતિ ઉત્સાહ હતો અને હોય પણ કેમ નહીં ?.ખુબ લાંબા સમય બાદ લેફ્ટના કિલ્લાને ધ્વંસ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્રિપુરામાં ભાજપની સરકાર બને હજુ એક મહિનાનો સમય થયો છે. અને મુખ્યમંત્રીએ મહાભારતને લઈ એક નિવેદન આપ્યું છે. જેમાં રાજ્યપાલે પણ સૂર પુરાવ્યો છે.

સીએમ દેબે કહ્યુ કે જો ભારત પાસે ઈન્ટરનેટની ટેકનોલોજી ન હોત તો, મહાભારતમાં સંજય ધૃતરાષ્ટ્રને યુદ્ધમાં આંખો-દેખેલો હાલ કેવી રીતે બતાવી શકેત? તેમને કહ્યુ કે દેશની પાસે તે વખતે સેટેલાઈટ હતા અને આ લાખો વર્ષ પહેલા ટેકનોલોજી હાજર હતી તેનુ પ્રમાણ છે. તેમને કહ્યુ કે લોકો આને નકારી દે છે, પરંતુ આ હકીકત છે.

પોતાના તર્ક પર સફાઈ દેતા સીએમ દેબે કીધુ કે નાની વિચારધારા વાળા લોકો આના પર વિશ્વાસ નહી કરે. સીએમે કીધુ કે ત્યાં લોકો કામ કરવા માંગે છે, પરંતુ સપના બીજા દેશોના જોવે છે. ના ફસાવો અને ના બીજા કોઈને ફસાવો.

 

સીએમ દેબે આગળ કીધુ કે તે ગર્વ કરે છે કે તેમને આવા દેશમાં જન્મ લી ધો છે, જ્યાં લાખો વર્ષો પહેલાથી જ ટેકનોલોજી હાજર છે. જે દેશ પોતાને ટેકનોલોજીમાં માહિર ગણાવે છે તે દેશો પણ આપણા દેશોની પ્રતિભાથી પોતાને આગળ વધારી રહ્યા છે.

દેબ તાજેતરમાં જ ત્રિપુરાના સીએમ બન્યા છે અને તે અગરતલાના પ્રગના ભવન પીડીએસ સિસ્ટમના કાર્યક્રમ દરમિયાન ભાષણ આપ્યુ હતુ. તેમને કહ્યુ કે આપણી સંસ્કૃતિ ઘણી જૂની છે, અને આપણે ટેકનોલોજીનો ઉપયોગ પણ જૂના સમયથી કરતા આવીએ છીએ. ભારતીયોની પ્રતિભાનો ઉદાહરણ તેમને આપ્યુ કે બડી-બડી કંપનીઓ જેમ કે માઈક્રોસોફ્ટના વિકાસમાં ભારતીયોનો અગત્યનુ યોગદાન છે.

You might also like