ત્રિપુરા વિધાનસભા ચૂંટણી માટે મતદાન, સીપીએમ-ભાજપ વચ્ચે ટક્કર

ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં 59 બેઠક પર આજે મતદાન યોજાઇ રહ્યું છે. અહીં સવારે સાત વાગ્યાથી જ લોકો પોલિંગ બૂથ પર મતદાન કરવા પહોંચી ગયા છે. ઘણા બૂથ પર મતદાતાઓની લાંબી લાઇન જોવા મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સવારે ટ્વિટ કરી ત્રિપુરાના લોકોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી છે.

ભારતી જનતા પાર્ટી આ ચૂંટણીમાં સત્તારૂઢ વામ દળની સામે જીત માટે પ્રમુખ દાવેદાર તરીકે જોવામાં આવી રહી છે. વામ દળ ગત 25 વર્ષથી રાજ્યમાં સત્તા પર છે. 3,214 મતદાન કેન્દ્રો પર સવારથી જ લોકો મતદાન કરવા પહોંચી ગયા છે.

રાજ્ય વિધાનસભામાં 60માંથી 59 બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ચરીલમ વિધાનસભા બેઠક પર માકપાના ઉમેદવાર રામેન્દ્ર નારાયણ દેબ વર્માનું પાંચ દિવસ પહેલા નિધન થતાં આ બેઠક પર 12 માર્ચે મતદાન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં ચાર જનસભાને સંબોધિત કરી હતી.

ભાજપ દ્વારા રાજ્યમાં ચૂંટણીને લઇને જોરદાર પ્રચાર કરવામાં આવ્યો હતો. આમ ત્રિપુરામાં પ્રથમ વખતા મુખ્યમંત્રી માણિક સરકાર તેમજ વામપંથી દળને ભાજપની સીધી ટક્કર જોવા મળી રહી છે.

You might also like