નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં આજે ત્રણ તલાકની ઐતિહાસિક સુનવણી શરૂ થઇ ગઇ છે. કોર્ટે કહ્યું કે બહુવિવાહ અને નિકાહ હલાલાની પણ સમીક્ષા થશે. મુકુલ રોહતગીએ કોર્ટ પાસે આ બાબતે માંગણી કરી હતી. કોર્ટે કહ્યું કે હજુ ત્રણે બાબતો પર સુનવણી કરવા માટે સમય ખૂબ ઓછો છે. કોર્ટે કહ્યું કે હાલમાં માત્ર ટ્રિપલ તલાક પર જ સુનવણી કરશે. આ પહેલા ગત સુનવણીમાં કોર્ટે કહ્યું હતું કે બહુવિવાહની સમીક્ષા થશે નહીં.
તમને જણાવી દઇએ કે ટ્રિપલ તલાકને લઇને 11 મે થી સુનવણી ચાલી રહી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આજે અમે માત્ર એ સમીક્ષા કરીશું કે એક વખતમાં ત્રણ તલાક અને નિકાહ હલાલા ઇસ્લામ ધર્મનો અભિન્ન અંગ છે કે નહીં. કોર્ટ આ મુદ્દાને એ નજરથી પણ જોશે કે શું ત્રણ તલાકથી મુસ્લિમ મહિલાઓના મૂળભૂત અધિકારીને ખલેલ થઇ રહી છે કે નહીં.
સુનવણી દરમિયાન મુકુલ રોહતગીએ કહ્યું કે જો સાઉદી અરબ, ઇરાન, લીબિયા, મિસ્ત્ર અને સૂડાન જેવા દેશોમાં ત્રણ તલાક જેવા કાનૂન ખતમ કરી ચૂક્યા છે, તો આપણે કેમ ના કરી શકીએ.
તમને જણાવી દઇએ કે પહેલાથી નક્કી કરેલા સમય પ્રમાણે સુનવણી 19 મે સુધી ચાલુ રહેશે. આ દરમિયાન બેંચ રોજે આ બાબતે સુનવણી કરશે.
(પ્રતિનિધિ દ્વારા અમદાવાદ: શહેરના માધુપુરા વિસ્તારમાં રૂપિયાની લેતી દેતી મામલે વાહનોની લે વેચ કરતા યુવકનું અપહરણ કર્યા બાદ ૩૧ કલાક…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: છેક વર્ષ ૧૯૬૦માં કોંગ્રેસની વર્કિંગ કમિટીનું આયોજન ગુજરાતમાં કરાયું હતું ત્યાર બાદ હવે ઓલ ઈન્ડિયા કોંગ્રેસની વર્કિંગ…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: તાજેતરમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના સત્તાવાળાઓ દ્વારા એએમટીએસ બસમાં પેસેન્જર્સનો વિશ્વાસ વધે અને ખાસ કરીને અકસ્માતની ઘટનાઓનું…
(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: એસટી નિગમના રાજ્યભરના કર્મચારીઓ આજે મધરાતથી હડતાળ પર ઉતરી જશે. જેના કારણે આજે મધરાતથી રાજ્યભરની સાત હજારથી…
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: જુહાપુરામાં રોયલ અકબર ટાવર નજીક ધોરણ ૧૧મા ભણતી વિદ્યાર્થીનીને ગત મોડી રાત્રે ઇકો કારમાં આવેલા ત્રણ અજાણ્યા…
(એજન્સી) નવી દિલ્હી: રાજધાની દિલ્હી સહિત એનસીઆરના ક્ષેત્રમાં બુધવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૯ હતી.…