ટ્રિપલ તલાક: PM મોદીએ ગણાવ્યો ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટની 5 જજોની પીઠએ ત્રણ તલાકને ગેરબંધારણીયનો કરાર આપ્યો છે. પીઠના આ નિર્ણયથી એક સાથે ત્રણ તલાકની પ્રથા પૂરી થઇ ગઇ છે. કોર્ટે સરકારે આની પર 6 મહિનાની અંદર કાયદો બનાવવા માટે કહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યું છે. શાહે નિવેદન આપતાં જણાવ્યું કે કોર્ટનો નિર્ણય મુસ્લિમ મહિલાઓ માટે નવા યુગની શરૂઆત છે. શાહે કહ્યું કે આ નિર્ણય ન્યૂ ઇન્ડિયાની તરફ વધતું એક પગલું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. પીએમએ ટ્વિટ કર્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા ત્રણ તલાક પર આપવામાં આવેલો ચુકાદો ઐતિહાસિત છે. આ ચુકાદામાં મુસ્લિમ મહિલાઓને બરાબર હક મળશે, મહિલા સશક્તિકરણ તરફ આ એક મોટું પગલું છે.

શાહે પોતાના નિવેદનમાં કહ્યું કે આ નિર્ણય કોઇની હાર અથવા જીત નથી, પરંતુ સમાનતાના અધિકારની નવી શરૂઆત છે. શાહે મોદી સરકાર દ્વારા કોર્ટમાં રાખવામાં આવેલા પોતાના પક્ષના વખાણ કર્યા. એમણે કહ્યું કે ઘણા મુસ્લિમ દેશોમાં પણ ત્રણ તલાકનું અસ્તિત્ન નથી.


કેન્દ્રીય મહિલા વિકાસ અને બાલ કલ્યાણ મંત્રી મેનકા ગાંધીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય સારું પગલું છે. ઘણા વર્ષોથી મહિલાઓ પીડાતી હતી. એમણએ કહ્યું કે કોઇ પણ ઇચ્છે નહીં કે એમના અડધા લોકો પીડિત હોય. મેનકા ગાંધીએ કહ્યું કે સરકાર આ પર જરૂરથી કાયદો બનાવશે, કાયદામાં દરેક માટે સમાન અધિકાર છે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ નાનું પગલું છે પણ સારું છે, આપણે બધાએ ખૂબ દૂર જવાનું છે. એમણે કહ્યું કે પ્રધાનમંત્રીએ મહિલાઓની હિતમાં મોટા પગલા ભર્યા છે.

http://sambhaavnews.com/

You might also like