ટ્રિપલ તલાક પર સુનાવણી પૂર્ણ SCએ સુરક્ષિત રાખ્યો નિર્ણય

નવી દિલ્હીઃ 11 મેથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા ત્રણ તલાક અંગેની સુનાવણી પૂર્ણ થઇ છે. કોર્ટે પોતાના આદેશને સુરક્ષીત રાખ્યો છે. તમને જણાવી દઇએ કે 5 જજોની બેંચ આ મુદ્દા પર સુનાવણી કરી રહી હતી. કોર્ટેમાં આ સુનાવણી 6 દિવસ ચાલી હતી. કોર્ટે ગુરૂવારે સુનાવણીમાં બંને પક્ષોની વાતો સાંભળી હતી. ત્યાર બાદ નિર્ણય સુરક્ષીત રાખ્યો છે. 6 દિવસની સુનાવણીમાં કોર્ટે અનેક વખત રસપ્રદ નિવેદન આપ્યા છે.

આ દરમ્યાન કેન્દ્ર દ્વારા મુકુલ રોહતગીએ અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સન લો બોર્ડે તરફથી કપિલ સિબ્બલે પોતાની દલીલો આપી હતી. બુધવારે મુકુલ રોહતગીએ ત્રણ તલાકને દુખદાયી પ્રથા ગણાવીને કોર્ટને અનુરોધ કર્યો હતો કે આ મામલે મૌલિક અધિકારોના અભિભાવક રૂપમાં પગલાં લેવા જોઇએ. દેશમાં ભાગલા વખતના આતંક તથા આધાતને યાદ કરવા સાથે તેમણે કહ્યું છે કે સંવિધાનમાં અનુચ્છેદ 25ને સંવિધાનમાં એટલા માટે શામેલ કરવામાં આવ્યું હતું. જેથી તે સુનિશ્ચિત થઇ શકે કે તેમની ધાર્મિક ભાવનાઓના પાયાના મૂલ્યો પર રાજ્ય કોઇ હસ્તક્ષેપ ન કરી શકે.

1400 વર્ષ પહેલાં જ્યારે ઇસ્લામ ધર્મનું અસ્તિત્વ થયું ત્યારે મૌલિક અધિકાર અસ્તિત્વમાં ન હતા. કોર્ટે આ મામલે 67 વર્ષના સંદર્ભ પર ધ્યાન રાખી રહ્યું છે. રસપ્રદ દલિલમાં ધાર્મિક આસ્તા અને પ્રથાઓના આધાર પર દેશ મહિલાઓ તેમજ પુરૂષો વચ્ચે કોઇ પણ ભેદભાવને માન્યતા ન આપવા અંગેની દલીલવલ પણ કરવામાં આવી હતી. કેન્દ્રા આ મામલે એક પગલું આગળ વધારીને પણ વિધેયક લાવવા તૈયાર છએ. ત્યારે કોર્ટે હજી પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.

http://sambhaavnews.com/

You might also like