ત્રણ તલાક કોઇ ધર્મનો મૌલિક હિસ્સો નહી મહિલાઓનો મુદ્દો : કેન્દ્ર

નવી દિલ્હી : ત્રણ તલાક અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ સુનવણીનાં પાંચમાં દિવસે કોર્ટમાં કેન્દ્ર સરકારે દલિલ આપી હતી કે ત્રણ તલાક ઇસ્લામનો મૌલિક હિસ્સો નથી. કેન્દ્રએ કહ્યું કે ત્રણ તલાક મુસ્લિમ સમુદાયમાં પુરૂષ અને મહિલા વચ્ચેનો મુદ્દો છે. આ સમાજમાં પુરૂષ મહિલાઓની તુલનામાં શક્તિશાળી અને ભણેલો ગણેલો છે. કેન્દ્રએ કોર્ટમાં કહ્યું કે ત્રણ તલાકને બિનકાયદેસર જાહેર કરવાથી મુસ્લિમ ધર્મ પર કોઇ અસર નહી થાય.

સુનવણી દરમિયાન એટોર્ની જનરલ મુકુલ રોહતગીએ દલીલ કરી છે કે એક સમયે સતીપ્રથા, દેવદાસી જેવી કુપ્રથા હિન્દુ ધર્મમાં હતી. જે અંગે મુખ્ય ન્યાયાધીશોએ પુછ્યું કે કોર્ટે તેમાંથી કોને ખતમ કર્યું ? શું આ તમામ પ્રથાઓને કાયદો બનાવીને ખતમ કરવામાં આવી.કેન્દ્રની તરફથી દલીલ રજુ કરતા એટોર્ની જનરલ રોહતગીએ કહ્યું કે આ મુદ્દાને લઘુમતી અને બહુમતીની દ્રષ્ટીએ ન મુલવવો જોઇએ. આ એક સમુદાયની અંદરનો મુદ્દો છે અમે મહિલાઓનાં અધિકાર સંબંધિત છે. સુનવણી દરમિયાન રોહતગીએ કહ્યું કે જો સઉદી અરબ, ઇરાન, ઇરાક જેવા દેશોમાં ત્રિલપ તલાક ખતમ થઇ શકે છે તો ભારતમાં એવું કેમ નથી કરવામાં આવી રહ્યું.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં 11 મેથી ત્રણ તલાક પર ચર્ચા ચાલી રહી છે. રોહતગીએ કહ્યું કે એઆઇએમપીએળજી કહે છે કે, ત્રણ તલાક ઓપ્શનલ, પાપ છે તો આ ઇસ્લામનો મૌલિક હિસ્સો કઇ રીતે હોઇ શકે. એક ધર્મનિરપેક્ષ સંવિધાન માટે આ બધાથી ઉપર ઉઠવું જોઇએ. ત્રણ તલાક મુળભુત અધિકારોનું હનન છે આ કોર્ટ નક્કી કરશે અથવા તો પછી સમુદાય.

અગાઉ ત્રણ તલાક મુદ્દે કોર્ટે ઓલ ઇન્ડિય મુસ્લિમ પર્સનલ લો બોર્ડને પુછ્યું કે શું લગ્ન સમયે નિકાહનામાં માં મહિલાને ત્રણ તલાક માટે ના કહેવાનો વિકલ્પ આપી શકાય ? બોર્ડનાં વકીલ સિબ્બલે સુનવણી દરમિયાન કહ્યું કે ત્રણ તલાકની પ્રથા પુરી થવાની અણી પર છે અને તેમાં દખલથી તેની નકારાત્મક અસર પડી શકે છે.

You might also like