ત્રિપલ તલાક પર 3 વર્ષની જેલ, લોકસભામાં ઐતિહાસિક બિલ પાસ

લોકસભામાં મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયક 2017ને રજૂ કરવામાં આવ્યું કે જે હવે પાસ થઈ ગયું છે. બિલ પરનાં તમામ સંશોધનો રદ્દ કરી દેવાયાં છે. હવે ત્રિપલ તલાક બિલ રાજ્યસભામાં જશે. સરકારે જે રૂપમાં બિલ મુક્યું એ જ રૂપમાં બિલ પાસ થયું છે.

AIMIMનાં સાંસદ અસદુદ્દિન ઓવૈસીએ આમાં ત્રણ સંસોધનની માંગ મૂકી હતી, જેમાં વોટીંગ દરમિયાન ઓવૈસી ઉંધા મોઢે પડ્યો. ઓવૈસીનાં તમામ સંસોધનો રદ્દ કરવામાં આવ્યાં. તેને માત્ર 2 જ મત મળ્યાં હતાં.

ત્રિપલ તલાક પર વિધાયકોની મહત્વની બાબતો:
1. ત્રિપલ તલાક પર લગાવેલા વિધાયકોમાં કહેવામાં આવ્યું છે કે આ વિધાન વિવાહિત મુસ્લિમ મહિલાઓને લૈંગિક ન્યાય અને લૈંગિક સમાનતા અંતર્ગત વૈધાનિક ધ્યેયોને સુનિશ્ચિત કરશે અને એમનાં ભેદભાવ પ્રતિ સશક્તિકરણનાં મૂળભુત અધિકારોનાં હિત સાધનમાં સહાયક હશે.

2. આમાં કહેવામાં આવ્યું છે કે કોઇ વ્યક્તિ તરફથી એમની પત્ની માટે શબ્દો દ્વારા કદાચ બોલવામાં આવે કે લેખિત લખવામાં આવે અથવા ઇલેક્ટ્રોનિક રૂપમાં હોય અથવા અન્ય કોઇ પણ રીતે હોય પરંતુ કોઇ પણ રીતે આપવામાં આવેલ ત્રિપલ તલાક ગેરમાન્ય જ ગણાશે.

3. જો કોઇ પણ વ્યક્તિ હવે આ પ્રકારે ત્રિપલ તલાક આપશે તો તેને ત્રણ વર્ષની જેલ અથવા તો દંડ કરવામાં આવશે.

4. વિધેયકનાં કારણો એટલે કે ઉદ્દેશ્યોમાં કહેવામાં આવ્યું છે કે સુપ્રિમ કોર્ટે શાયરા બાનો બનામ ભારત સંઘ અને અન્ય મામલાઓ તથા અન્ય સંબંધિત મામલાઓમાં 22 ઓગષ્ટ 2017નાં રોજ 3:2નાં બહુમતથી તલાક એ બિદ્દતની પ્રથાને નિરસ્ત કરી દીધી હતી.

5. આ સિવાય એમ પણ કહેવામાં આવ્યું કે તલાક એ બિદ્દતને નિરસ્ત કરવાનાં સુપ્રિમ કોર્ટનાં નિર્ણય અને એઆઇએમપીએલબીનાં આશ્વાસનો છતાં દેશનાં વિભિન્ન ભાગોમાંથી તલાક એ બિદ્દતનાં માધ્યમ દ્વારા લગ્ન તોડવાનો રિપોર્ટ પ્રાપ્ત થયો છે. આથી એવો અનુભવ કરવામાં આવ્યો કે સુપ્રિમ કોર્ટનાં આદેશને પ્રભાવી કરવાં માટે અને ગેરકાયદેસર લગ્નનાં વિચ્છેદથી પીડાતી મહિલાઓની ફરિયાદો દૂર કરવાં માટે કાર્યવાહી કરવી જરૂરી છે.

You might also like