ટ્રિપલ અકસ્માતઃ ૧૩ વ્યક્તિને ગંભીર ઈજા, ચારની હાલત નાજુક

અમદાવાદ: પ્રાંતીજ-અમદાવાદ હાઈવે પર તાજપુર કૂઈ પાસે ત્રણ કાર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતાં ૧૩ વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાંથી ચારની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળે છે. તમામ ઈજાગ્રસ્તોને અમદાવાદ અને હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.
પ્રાંતીજ-અમદાવાદ હાઈવે પર તાજપુર કૂઈ ચોકડી નજીક ઈડરથી અમદાવાદ જતી ઈકો કારના ચાલકે કારને બેદરકારીથી ચલાવી ઓવરટેક કરતી વખતે અન્ય કાર સાથે અથડાવી હતી જેને કારણે બંને કારો રોડ વચ્ચેના ડિવાઈડર પર ચઢી ગઈ હતી. અાજ વખતે અમદાવાદ તરફથી અાવી રહેલી અન્ય એક કાર અા બંને કાર સાથે અથડાતાં ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.
અા અકસ્માતમાં ત્રણે કારમાં બેઠેલા ૧૩ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાંથી ચારની હાલત અત્યંત નાજુક છે. બનાવની જાણ થતાં જ ૧૦૮ તાત્કાલીક પહોંચી જઈ ઈજાગ્રસ્તોને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અા ઘટનાને પગલે રોડ પરનો ટ્રાફિક કલાકો સુધી જામ થઈ જતા અનેક વાહનચાલકો અટવાઈ પડ્યા હતા.

You might also like